અશ્લીલ ફિલ્મો બનાવવા અને એપ્લિકેશન પર વિડિઓ અપલોડ કરવાના આરોપસર રાજકુન્દ્રા ની મોટી અને મહત્વ ની વિગત સામે આવી રહી છે. દરરોજ આ કેસ માં નવા – નવા ખુલાસા સામે આવી રહ્યા છે. હવે રાજ કુન્દ્રા ના વોટ્સએપ ગ્રૂપમાંથી એક પછી એક વાત ની સ્પષ્ટતા થઇ છે. પોલીસ તપાસ માં આ વોટ્સએપ એક પછી એક રહસ્ય આવીરહ્યા છે. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ને આ ચેટ માંથી બે લોકો ની ઓરખ મળી છે.
જેમની વચ્ચે ફંડ રીલિઝ કરવા માટે વાત થઈ હતી. મુંબઈ ક્રાઈમ બ્રાંચની ટીમે આ કેસમાં વધુ બે આરોપી અરવિંદ ઠાકુર ઉર્ફે યશ ઠાકુરની ઓળખ કરી છે. યશ સિવાય પણ એક શખ્સનું નામ સામે આવ્યું છે. એમની વચ્ચે તા.7 ફેબ્રુઆરીના રોજ ચેટિંગ થયું હતું. જ્યારે ગહના વરિષ્ઠની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં એમની વચ્ચે ગહના સાથે ફંડ આગળ વધારવા અંગે વાતચીત થઈ હતી. ચેટ પરથી એવું લાગે છે કે, ધરપકડથી તે ડરી ગયો હતો. આ કેસમાં પોતાનું નામ ન આવે એ માટે ગહનાને જેલમાંથી બાહર કાઢવા અંગે ચર્ચા કરી રહ્યા હતા. યશ ઠાકુર Nuefliks નામથી એક ડિજિટલ પ્લેટફોર્મ ચલાવતો હતો.
તા.7 ફેબ્રુઆરીની ચેટ, જ્યારે ગહનાની ધરપકડ માટે વાવડ આવ્યા હતા. યશઃ ગહનાની ધરપકડ થઈ ગઈ છે, મને આઠ લાખ રૂપિયા જોઈએ છે. આજે રાત સુધીમાં એને છોડાવવા માટે.બીજો શખ્સઃ પણ બેંકમાંથી ઉપાડશું કેવી રીતે? હાલમાં એનો ફોન સ્વીચઓફ આવે છે. તમે કહો શસું કરૂ?. યશઃ મીડિયાએ સમાચાર પબ્લિશ કરી દીધા છે. હવે આ લાંબો કેસ થયો છે. બીજો શખ્સઃ Nuefliks નું નામ આવ્યું?
યશઃ ના, હજુ સુધી તો નથી આવ્યું. પણ જો તે કોર્ટમાં જશે તો બધાનું નામ આપી દેશે. HotShot, તમારૂ, ઉમેશ કામતનું, Nuefliks, જેલમાંથી તો બાહર એને કાઢવી પડશે. અન્યથા ખબર નહીં આ મુશ્કેલી ક્યાં વળાંક લેશે, પણ મારી આશંકા હજું એ જ છે. તમે તપાસ કરો. જ્યારે ગહના પાસે Nuefliksનો કોઈ પ્રોજેક્ટ હતો જ નહીં તો એ Hothitની કાસ્ટિંગ માટે પોલીસે જે ટ્રેપ સેટ કરી હતી. એને ગહના શા માટે રીપ્લાય કરી રહી છે. ગહના Hothit સાથે લીંક છે. જો રોવા ઉર્ફે યાસ્મીન ખાને ઉમેશ કામત, ગહના અને મુકેશનું નામ લીધું હોત તો પછી પોલીસ માત્ર ગહનાના ઘરે જ શા માટે જતી? થોડા સમય પછીની વાતચીત બાદ યશ ઠાકુર, ગહનાની ધરપકડના સમાચારની લીંક પોસ્ટ કરે છે. જેના પર ઉમેશ કામત કહે છે કે, હું વિચારી રહ્યો છું કે, એક મહિના માટે શિમલા ચાલ્યો જાવ, ત્યાં શુટ પણ કરી લઈશ. યશઃ બેસ્ટ છે. તમે સેફ રહેશો તો મારા દિમાગમાં પણ શાંતિ યથાવત રહેશે.
બીજો શખ્સઃ તો હું નીકળું છું. આ વોટ્સએપ ગ્રૂપનું નામ H એકાઉન્ટ છે. જેમાં રાજ કુંદ્રા સહિત કુલ પાંચ લોકો સામિલ હતા. આ તમામ લોકો પોર્નોગ્રાફિક કન્ટેટ બનાવવાના ધંધામાં જોડાયેલા હતા. અત્યારે જે ચેટ સામે આવી છે એમાં રાજ કુંદ્રા આ બિઝનેસનું માર્કેટિંગ, સેલ્સ અને મોડલ્સની પેમેન્ટ સાથે જોડાયેલા મુદ્દાઓ પર વાત કરી રહ્યો હતો.