રક્ષાબંધન એક પવિત્ર તહેવાર છે.તેની ઉજવણી ખુબ ધામ ધુમથી કરવામાં આવે છે.રક્ષાબંધનનું મહત્વ પ્રાચીન સમય થી ચાલતું આવ્યું છે.રક્ષાબંધની ઉજવણી દરેક બહેન કરતી હોય છે.આખા વર્ષ દરમિયાન બધી બહેનો રક્ષાબંધન આવવાની ખુબ આતુરતાથી રાહ જોતી હોય છે.રક્ષાબંધનમાં બહેન ભાઈના હાથ ઉપર એક રાખડી બાંધે છે.જેથી ભાઈની આખા વર્ષ દરમિયાન રક્ષા થાય. બહેન રાખડી બાંધીને પછી ભાઈ તેને એક ગિફ્ટ પણ આપતા હોય છે.
રક્ષાબંધનો તહેવાર આવવાનો હોય એટલે બજારમાં રાખડીઓની દુકાન લાગી જાય છે તેમાં અલગ અલગ પ્રકારની રાખડી મળતી હોય છે.ત્યાંથી બહેન ભાઈ માટે રાખડી લાવતી હોય છે.પણ ઘણી બહેનોને ખબર નથી હોતી કે ભાઈને ક્યાં રંગની રાખડી બાંધવી શુભ ગણાય આ બધું જાણતી નથી હોતી અને કંઈપણ રંગ ની રાખડી લાવીને ભાઈના હાથ ઉપર લાવીને બાંધી દેતી હોય છે.આજે હું તમને બતાવીશ કે તમારા ભાઈ ની રાશિ મુજબ ક્યાં રંગની રાખડી બાંધવી શુભ ઘણાય
૧) જો તમારા ભાઈની રાશિ મેષ હોય તો તેમના માટે લાલ,મરૂન કે નારંગી રંગની રાખડી બાંધવી ખુબ શુભ માનવામાં આવે છે.તે કલરની રાખડી બાંધવી તમારા ભાઈ માટે સફળતા લાવી શકે છે (૨) જો તમારા ભાઈની રાશિ વૃષભ હોય તો તેમના માટે તમે ચાંદી કે જે રાખડી ઉપર નંગોનું કામ કરવામાં આવ્યું હોય તેવી રાખડી બાંધવી આ રાખડી તમારા ભાઈ માટે ખુબ ફાયદાકારક સાબિત થશે (3) જો તમારા ભાઈની રાશિ મીથુન હોય તો તેમના માટે લીલા રંગની રાખડી બાંધવી ભવિષ્યમાં ખુબ ફાયદાકારક સાબિત થશે (૪) જો તમારા ભાઈની રાશિ કર્ક હોય તો તેમના માટે મોતિયો થી બનેલી રાખડી બાંધવી ખુબ શુભ સાબિત થશે
(૫) જો તમારા ભાઈની રાશિ સિંહ હોય તો તેમના માટે લાલ રંગની રાખડી બાંધવી ખુબ શુભ માનવામાં આવે છે.તેનાથી સફળતા ખુબ ઝડપી મળશે (૬) જો તમારા ભાઈની રાશિ કન્યા હોય તો તેમની રાખડી ઉપર ગણેશજીની પ્રતિમા કે સાથિયાનું ચિન્હ હોય અને તેનો રંગ લીલો હોય તેવી રાખડી ખુબ શુભ ગણાય (૭) જો તમારા ભાઈની રાશિ તુલા હોય તો તેમના માટે જાંબલી અને સિલ્વર રંગની રાખડી ઉપર ૐ નું ચિન્હ હોય તો ખુબ ફાયદાકારક સાબિત થશે (૮) જો તમારા ભાઈની રાશિ વૃશ્ચિક હોય તો તેમના માટે લાલ રંગની રાખડી બાંધવી ખુબ શુભ કહેવાય
(૯) જો તમારા ભાઈની રાશિ ધનુષ હોય તો તેમના માટે પીળા રંગની રાખડી બાંધવી ખુબ ફાયદાકારક માનવામાં આવે છે. (૧૦) જો તમારા ભાઈની રાશિ મકર હોય તો તેમના માટે રૂદાક્ષ થી બનેલી રાખડી બાંધવી ખુબ ફાયદાકાર છે (૧૧) જો તમારા ભાઈની રાશિ મીન હોય તો તેમના માટે પીળા અને લીલા રંગ ની રાખડી બાંધવી (૧૨) જો તમારા ભાઈની કુમ્ભ રાશિ હોય તો તેમના માટે લીલા રંગની રાખડી ઉપર સાથિયો હોય તેવી રાખડી ખુબ લાભકારક માનવામાં આવે છે