રક્ષાબંધનના દિવસે આ સમયે રાખડી બાંધવી ભારે પડી શકે છે, જાણો તેનો શુભ સમય

Astrology

રક્ષાબંધનો તહેવાર ભાઈ બહેનના પ્રેમનો પ્રતીક હોય છે. આ તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાના પૂનમના દિવસે મનાવવામાં આવે છે. રક્ષાબંધન ઘણા શુભ સંકેત લઈને આવતું હોય છે. જ્યોતિષ અનુસાર આ સંજોગને ઘણો શુભ માનવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધનો તહેવાર ભાઈ અને બહેન બંને માટે શુભ છે.

મહત્વની વાત એ છે કે આ વર્ષે ભદ્રનો છાંયો નહીં હોય.આપણા હિન્દૂ ધર્મમાં કોઈ પણ કાર્ય શુભ મુહર્તમાં કરવામાં આવે તો તે ખુબ શુભદાયક હોય છે. શુભ મુહૂર્તનું બહુ જ મહત્વ બતાવવામાં આવે છે.

જાણી લો રક્ષાબંધનના દિવસે કયા કયા શુભ મુહર્ત છે. રક્ષાબંધનના પૂનમની તિથિ ની શરૂઆત 21 ઓગસ્ટએ સાંજે 7:00 વાગે શરૂઆત થાય છે અને 22 ઓગસ્ટએ સાંજે 05:31 સમાપ્ત થાય છે. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ગમે ત્યારે તમે રાખડી બાંધી શકો છો. પરંતુ સૌથી શુભ મુહર્ત બપોરે 01:42 થી 04:18 નો સમય અત્યંત શુભ માનવામાં આવે છે.

તે સમયે ધ્યાન રાખવાનું કે રાહુ કાલ ન હોય. તે કાળમાં રાખડી ન બાંધવી જોઈએ. રાહુકાળ ને ભાઈ બહેન માટે અશુભ માનવામાં આવે છે. કોઈના કોઈ અણબનાવ બની શકે છે. રાવણનો નાશ પણ આ કારણે જ થયો હતો તેમ માનવામાં આવે છે. આ વર્ષે ભદ્રકાળી નો ભય નહીં રહે અને આ પર્વ દરેક ભાઈ બહેન માટે પરમ કલ્યાણકારી રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *