રામ ના ફોટાવાળી કરન્સી નોટની કિંમત જાણીને આશ્ચર્ય પામશો, આ દેશમાં પ્રિન્ટ થતી

Uncategorized

આપણે સૌ ગાંધીના ફોટાવારી કરન્સીનોટ તો જોઈ હશે. એ સિવાય ડોલર કે દીરામ પણ જોયા હશે. મોટાભાગ ના લોકો ને રામ ફોટાવારી કરન્સી નોટ વિશે ખબર નથી. કરન્સી પર રામ મુદ્રા ને ઓક્ટોમ્બર ૨૦૦૧ માં સયુંકત રાજ્ય અમેરિકા માં મહર્ષિ મહેશ યોગી સાથે જોડાયેલા એક NGO ધ ગ્લોબલ કન્ટ્રી ઓફ વર્લ્ડ પીસ તરફ થી જાહેર કરવામાં આવી હતી.

આ કરંસીથી એમના આશ્રમમાંથી કોઈ પણ વસ્તુઓ ખરીદી શકો છો. આ કરંસીનો ઉપયોગ આશ્રમ સાથે જોડાયેલા સભ્ય તથા આશ્રમની અંદર કરવામાં આવતો હતો. આશ્રમની બહાર આ કરંસીનો ઉપયોગ કરી શકાય એમ ન હતો. GCWPના મુખ્યાલય લોવામાં મહર્ષિ વૈદિક આશ્રમ આવેલો છે. આ સંસ્થાએ પોતાની એક વેબસાઈટ પર લખ્યું હતું કે તા.૨૪ ફેબ્રુઆરી ૨૦૦૨ ના રોજ વૈદિકસિટીએ રામ મુદ્રા આપવાનું ચાલું કર્યું હતું. શહેરના આર્થિક વિકાસ હેતું અને સ્થાનિક વેપારને વધારવા માટે સિટી કાઉન્સિલે રામ મુદ્રા ચલણ સ્વીકાર્યું હતું.

કાગળની આ રામ મુદ્રાની કિંમત ૧૦ અમેરિકન ડૉલર નક્કી થઈ હતી. માહિતી અનુસાર વર્ષ ૨૦૦૩ માં નેધરલેન્ડમાં અંદાજીત ૧૦૦ દુકાન, ૩૦ ગામ તથા કેટલાક નગરમાં આ રામ મુદ્રા ચાલતી હતી. ૧ , ૫ અને ૧૦ ની રામની નોટ જાહેર કરવામાં આવી હતી. એ સમયે નેધરલેન્ડ તેમજ અમેરિકામાં અમુક જગ્યા પર આ કરંસીનો સ્વીકાર કરવામાં આવતો હતો. મહર્ષિ આંદોલનને નાણામંત્રી બેન્જામીન ફિલ્ડમેને કહ્યું હતું કે, રામ દેશની ગરીબી દૂર કરવા માટે મદદરૂપ થઈ શકે છે.

ખેતીમાં તેના ઉપયોગને પ્રોત્સાહિત કરવા જોઈએ. આ રામ મુદ્રા સામાન્ય રીતે વર્ડ પીસ બોન્ડ રૂપે જાણીતી છે. યુરોપીયન દેશમાં તે ૧૦ યુરો બરોબર છે. આ મુદ્રાનો ઉપયોગ સંગઠન તરફથી શાંતિ મહેલના નિર્માણ હેતું કરાયો હતો. તા. ૨૪ ફેબ્રુઆરી ૨૦૦૨ થી એના આદાન પ્રદાનનો વ્યવહાર શરૂ થયો હતો. વૈદિક સોસાયટીના આર્થિક તથા સાંસ્કૃતિ વિકાસ હેતું સિટી કાઉન્સિલે તેને મંજૂરી પણ આપી હતી. પણ સત્તાવાર રીતે કોઈ ટેન્ડર મળ્યું ન હતું. નેધરલેન્ડની બેંકે પણ આ મુદ્રાને સત્તાવાર માની નથી. જોકે, અત્યાર સુધીમાં જે તે દેશની કરંસી નોટ પર એમના મોટા ક્રાંતિકારીઓ તથા પ્રણેતાઓના ફોટો જોયા બાદ આ નોટ સામે આવતા દરેકને આશ્ચર્ય અવશ્ય થાય છે. જોકે, બેંક તરફથી આવા ચલણને કોઈ પ્રકારની માન્યતા આપવામાં આવી નથી. આ માત્ર એક સંસ્થા પુરતું મર્યાદિત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *