ભારત એક આસ્થા અને શ્રદ્ધા નો દેશ છે ભારતના દરેક ખૂણા માં રહેતા લોકો ભગવાન ઉપર શ્રદ્ધા રાખતા હોય છે આજે ભારતમાં દેવી દેવતાના અસંખ્ય મંદિર આવેલા છે તે દરેક મંદિર પોતાની અલગ ખાસિયત ધરાવે છે તે દરેક મંદિરમાં થતા ચમત્કાર જોઈને સૌ લોકો હેરાન છે આજે હું તમને એક એવા મંદિર વિષે બતાવીશ જેના દર્શન કરવાથી જીવનમાં આવતી બધી તકલીફો દૂર થઇ જાય છે
શ્રી રવિ રાંદલ માતાજી મંદિર દળવા
ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લામાં દળવા ગામે આવેલું શ્રી રવિ રાંદલ માતાનું મંદિર આવેલું છે આ મંદિર માં હજારો ભક્તો પોતાના દુઃખ લઈને આવે છે રવિ રાંદલ માતાજી બધા ભક્તોના દુઃખનું નિવારણ આપે છે દળવા મંદિરમાં સાક્ષાત રવિરાંદલ માતા બિરાજમાન છે રાંદલ માતાનું મૂળ સ્થાનક દળવા ગામ છે અહીં રવિ રાંદલ માતા એ ગણા લોકોને પરચા આપ્યા છે
રાંદલ માતાના પિતા વિશ્વકર્મા હતા રાંદલ માતાના લગ્ન સૂર્યદેવ સાથે કરવામાં આવ્યા હતા તેમના બે પુત્રો હતા જેમના નામ યમ અને યમુના થયા તેમના પતિ સૂર્ય દેવે તેમને ખોટા રસ્તે જતા રહેલા લોકોને ધર્મના માર્ગે પરત લાવવાનું કામ આપ્યું હ
ઘણા બધા વર્ષો પહેલા ગુજરાતમાં ભયંકર દુકાળ પડ્યો હતો રાંદલ માતા બાળકીના સ્વરૂપે દળવા ગામે આવ્યા હતા ત્યાં કેટલાક માલધારી લોકો પાણી ની શોધમાં તે જગ્યા ઉપર આવે છે તે જગ્યા ઉપર બાળકીના સ્વરૂપ રાંદલ માતાને રમતા જોવે છે તે માલધારી બાળકીના માથા ઉપર હાથ મૂકે છે તેના લીધે જ્યાં વર્ષો સુધી વરસાદ પડ્યો નહતો તે જગ્યા ઉપર વરસાદ પડે છે માલધારી લોકો બાળકીને પોતાની સાથે લઇ જાય છે અને તેને પોતાની સાથે મોટી કરે છે રાંદલ માતા ઘણા લોકોને પરચા આપી ચુક્યા છે તેમને ઘણા લોકોને દુઃખ માંથી બહાર નીકર્યા છે આમ શ્રી રવિ રાંદલ માતાના કૃપા અપરમ પાર છે તેમના દર્શન કરવા હજારો ભક્તો આવે છે