આજકાલ સોશ્યિલ મીડિયામાં વાયરલ થયેલ ગીત બચપણ કા પ્યાર ગીત નો નશો જોવા મળી રહ્યો છે. બાળક નો વિડિઓ એટલો વાયરલ થયો છે કે રેપર બાદશાહે પણ સહદેવે સાથે મળી ને બચપણ કા પ્યાર કા ગીતનું રિમિક્સ રિલીઝ કરી દીધ્યુ છે. મોટા-મોટા સિતારાઓ પણ આ બાળક ના વખાણ અને તેના વાયરલ વિડિઓ પર રીલ્સ બનાવી રહ્યા છે. પરંતુ બે વર્ષ પહેલા સેન્સેશન બની ચુકેલી રાનુ મંડલ પણ સહદેવનું ગીત ગાતી જોવા મળી છે.
અસલમાં ઈન્સ્ટાગ્રામ પર સેકર્ડ અડ્ડા નામથી એક અકાઉન્ટમાં રાનુ મંડલનો આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. તેમાં એક વ્યક્તિ કોલર માઈકની સાથે રાનુના ગીતનું રેકોર્ડિંગ કરતો જોવા મળે છે. અહીં રાનુ મંડલ એક બારી પાસે ઉભેલી દેખાય છે અને અત્યારનું હીટ ગીત બચપન કા પ્યાર ગાતી જોવા મળે છે.
થોડા દિવસો પહેલા સહદેવનો બચપન કા પ્યારવાળો વીડિયો સામે આવ્યો હતો. જેના પછી ઘણા લોકોએ આ ગીત પર લિપસિંગ વીડિયો પણ બનાવ્યા છે. આ વીડિયોથી રેપર બાદશાહ ઘણો પ્રભાવિત થયો હતો અને તેણે સહદેવને મળવા માટે ચંદીગઢ બોલાવ્યો હતો. હવે બાદશાહે સહદેવની સાથે મળીને આ ગીતને રિક્રિએટ કરીને રીલિઝ કર્યું છે. રીલિઝ થવાની સાથે જ આ ગીત યુટ્યૂબ પર નંબર વન ટ્રેન્ડ પર બનેલું છે.
૨૦૧૯ માં રાનુ મંડલ પોતાના એક વીડિયો દ્વારા નેશનલ સેલિબ્રિટીના રૂપમાં ઊભરી આવી હતી. વીડિયોમાં રાનુ સ્ટેશન પર એક પ્યાર કા નગમા હૈ ગીત ગાતી જોવા મળી હતી. આ વીડિયો એટલો વાયરલ થયો હતો કે બોલિવુડ સિંગર હિમેશ રેશમિયાએ તેની પાસે એક ગીત ગવડાવ્યું હતું. જેના પર રાનુને વિવિધ રિયાલિટી શો દ્વારા પણ બોલાવવામાં આવી હતી પરંતુ થોડા સમય બાદ રાનુ જાણે ગાયબ થઈ ગઈ હતી.
વિડિયો જોવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો.
https://www.instagram.com/p/CSiybljoxd-/?utm_medium=copy_link