પરાક્રમી ગ્રહ પૃથ્વીનો પુત્ર મંગળ ૬ સપ્ટેમ્બરના સવારે સિંહ રાશિની યાત્રા પુરી કરીને કન્યા રાશિમાં પ્રવેશ કર્યો છે. તે ૨૨ ઓક્ટોમ્બર સુધી રહેશે. તે પછી તુલા રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિ પરિવર્તનના કારણે દરેક રાશિ પર કેવી અસર પડશે તે જાણો.
મેષ: તમારા દ્વારા લેવાયેલ નિર્ણય અને કામની બધી બાજુથી વાહવાહી થશે. સ્વાસ્થ્ય પર સંજોગો આધારિત અસર પડી શકે છે, પરંતુ કામ અને વ્યાપારમાં સારી સફરતાના યોગ બનશે. સરકારી કામકાજ કરવા માટે ઉત્તમ તક.
વૃષભ: નવદંપતી માટે સંતાનપ્રાપ્તિ માટેના ખુબ સારા યોગ બની રહ્યા છે. પરિવારના મોટા સભ્યો અને મોટા ભાઈઓ જોડે મતભેદ ન થવા દેતા. પ્રેમ સબંધી પ્રવૃત્તિમાં ઉદાસ રહેશો જેની અસર જેના કારણે તમે તમારા કામકાજમાં બેચેની અનુભવશો. વાહન ચલાવતી વખતે સાવધાની રાખજો.
મિથુન: તમને તમારા જ લોકો કંઈક ષડયંત્ર કરતા નજરે આવશે અને તમને નીચું દેખાવાના પ્રયાસ કરશે. યાત્રા કરતી વખતે સાવધાની રાખવી કે કોઈ સમાન ચોરી ન જાય. તમે કોઈ આયોજન કર્યું હશે તેને ગુપ્ત રાખશો તો તે વધુ સફર થશો.
કર્ક: જે પણ નિર્ણય લેશો તેમાં સફર થશો અને તમારી જોડે જેટલી શક્તિ છે તેનો પૂરો ઉપયોગ કરો. તમારા લીધેલા નિર્ણયની વાહવાહી થશે. સબંધી તથા વિદેશી મિત્રોના મદદની અપેક્ષા રહેશે. યાત્રાઓનો યોગ બનેલો રહેશે.
સિંહ: આકસ્મિક ધન પ્રાપ્તિનો યોગ બનશે. કોઈ એવો નિર્ણય કે કાર્ય કરશો જેનાથી પરિવારની એકતા રાખવામાં મુશ્કેલી ઉભી થઇ શકે. ધંધાકીય મિત્રો જોડે વાણી વર્તન ઉપર અંકુશ રાખો અને બિન જરૂરી વાતો કરવાનું ટારો.
કન્યા: ભાવનાઓમાં લીધેલો નિર્ણય નુકશાનકારક સાબિત થઇ શકે છે. સ્વાસ્થ્ય સબંધિત પ્રવૃત્તિમાં ચિંતા રહેશે. તમે કોઈ સરકારી ટેન્ડર ભરવા માંગતા હોવ તો તેના માટે તમારી પરિસ્થિતિ અનુકૂળ છે. ઉચ્ચાધિકારી જોડે સબંધ બગાડતા નઈ.
તુલા: તમારા સ્વભાવમાં ગુસ્સો અને ચીડિયાપણું આવી શકે છે. તમે કોઈ યાત્રા કરી રહ્યા છો તો સાવધાની રાખવી જરૂરી છે. કોર્ટ કચેરીનો કોઈ મામલો હોય તો તેને ભાર પતાવી દેવો વધુ અનુકૂળ રહેશે. વિદેશ યાત્રાનો યોગ બની શકે છે. સંતાન બાબતની ચિંતા તમને હેરાન કરી શકે છે.
વૃશ્ચિક: જે પણ કાર્ય કરશો તેમાં સફરતા મળશે. સમાજમાં પદ અને પ્રતિષ્ઠા વધશે. કોઈને વધુ પૈસા ઉધાર ન આપો નહિતર આપેલા પૈસા જલ્દી પાછા નહીં આવે. બાળક સબંધિત ચિંતામાં ઘટાડો થશે. પ્રેમ પાછળ સમય ન બઘાડતાં.
ધન: સત્તાનો પૂરો સહયોગ મળશે. ચૂંટણી અંગે કોઈ નિર્ણય લેવા માંગો છો તો તે નિર્ણય તમારા પક્ષમાં રહેશે. જે તમને નીચા પાડવાની કોશિશ કરી રહ્યાં છે તે જ તમને મદદ કરવા આવશે. વિદ્યાર્થીઓ માટે સમય ખુબ સારો અને અનુકૂળ રહેશે.
મકર: વિદ્યાર્થીઓ માટે આ સમય વરદાન રૂપ રહેશે. સાહસ કરશે તેની પ્રગતિ થશે. લીધેલા નિર્ણયની વાહવાહી થશે અને તમારા સાહસમાં વધારો થશે. ધાર્મિક વાતો પ્રવુતિમાં તમારો રસ વધશે. અનાથ આશ્રમ અને સામાજિક સંસ્થામાં દાણ પુણ્ય કરશો.
કુંભ: ડાબી આંખ સબંધિત સમસ્યાથી સાવધાન રહેજો. જમીનથી જોડાયેલા પ્રશ્નો હલ થશે. આકસ્મિક ધન પ્રાપ્તિના યોગ બનશે. આપેલું ધન પણ પાછું આવવાની આશા રહેશે. કોઈ યાત્રા કરતા હોવ તો સાવધાની રાખજો.
મીન: આર્થિક સંપત્તિ અને સામાજિક પદમાં વધારો થશે. ચૂંટણી સંબન્ધિત કઈ નિર્ણય લેવા માંગતા હસો તો તેમાં સફરતા મળશે. તમે તમારી રણનીતિને ગુપ્ત રાખશો તો વધુ સફર થશો. દામ્પત્ય જીવનમાં ખટાશ ન આવવા દેતા.