રસોડું એ ખુબ મહત્વ પૂર્ણ જગ્યા છે.રસોડા સાથે ઘરના દરેક સભ્યનું સ્વાસ્થ્ય જોડાયેલું છે.આપણા વાસ્તુશાત્રમાં રસોડાને ખુબ મહત્વ પૂર્ણ જગ્યા માનવામાં આવે છે.રસોડું સકારાત્મક ઉર્જા થી ભરેલું હોય છે. આખા ઘરની સુખ શાંતિ રસોડા થી જોડાયેલી હોય છે.ઘણા લોકો વાસ્તુશાત્ર બતાવ્યાંમાં આવ્યા નિયમો અનુસાર રસોડું બનાવે છે.વાસ્તુશાસ્ત્રમાં બતાવ્યા અનુસાર રસોડું દક્ષિણ પૂર્વ દિશામાં બનાવ્યું ખુબ શુભ માનવામાં આવે છે.આ દિશામાં રસોડું બનાવ્યા થી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે.આ રસોડામાં બનેલું ભોજન સકારત્મક ઉર્જા થી ભરેલું હોય છે.વાસ્તુશાત્રમાં બતાવામાં આવેલા નિયમોનું પાલન કરવામાં આવેતો ઘરના દરેક સભ્યો પ્રગતિ કરતા રહે છે.તેમજ ઘરમાં ગરીબી પણ આવતી નથી
રસોડું એક એવી જગ્યા છે જ્યાં આપણી ભૂખ સંતોષાય છે.રસોડામાં માં અન્નપૂર્ણા અને માતા લક્ષ્મીનો વાસ હોય છે.જ્યાં માતા લક્ષ્મીનો વાસ હોય તે જગ્યા હંમેશા માટે સાફ રાખવી જોઈએ જ્યાં સ્વછતા હોય તે જગ્યા એ માતા લક્ષ્મીનો વાસ હોય છે.રસોડામાં સ્નાન કર્યા પછી પ્રવેશ કરવો જોઈએ રસોડુંએ ઘરનું મંદિર કહેવાય અને મંદિરમાં કોઈ દિવસ ચંપલ પહેરીને જવું જોઈએ નહીં રસોઈ ઘરમાં ભોજન બનવ્યા પછી રસોઈ ઘર સાફ કરવું ખુબ જરૂરી છે.રસોડામાં કોઈ દિવસ એઠા વાસણ રાખવા જોઈએ નહીં
રસોડામાં મેલા કપડાં તૂટેલા ચંપલ કચરો વગેરે રાખવા અશુભ માનવામાં આવે છે.આ બધી વસ્તુ રસોડામાં મુકવી જોઈએ નહીં રસોડામાં વાસી ભોજન રાખવું જોઈએ નહીં રસોડામાં તૂટેલી કે ફૂટેલી વસ્તુ રાખવી જોઈએ નહીં રસોડામાં કોઈ દિવસ બ્રશ કરવો જોઈએ નહીં બ્રશ કરવાથી માતા લક્ષ્મી અને માં અન્નપૂર્ણા નારાજ થઇ જાય છે.
રસોડામાં વસ્તુ સમાપ્ત થવી એક સામાન્ય વાત છે.પણ અમુક એવી પવિત્ર વસ્તુ છે જેનો ઉપયોગ આપણે પૂજા પાઠમાં કરીયે છીએ જેવા કે ચોખા તેલ મીઠું અને હળદર આ વસ્તુ રસોડામાં સમાપ્ત થવી જોઈએ નહીં આ વસ્તુઓ સમાપ્ત થવાથી ઘરમાં ગરીબી આવે છે.