મોટાભાગે દરેક લોકોને જમ્યા પછી મુખવાસ ખાવાની આદત હોય છે. જમ્યા પછી તરત જ મુખવાસ શોધતા હોઈએ છીએ. ઘણા એવું હોય છે જમ્યા પછી મુખવાસ ન ખાય તો તેમને જમ્યા હોય તેવું લાગે જ નહીં. અત્યારે તો બજારમાં પણ અવનવા મુખવાસ મળતા થઇ ગયા છે. અમુક મુખવાસ એવા પણ હોય છે આપણા શરીર માટે ખુબ ફાયદાકારક હોય છે. જાણો તે મુખવાસ વિષે.
આજે અમે તમને એવા મુખવાસ વિષે જણાવી રહ્યા છીએ કે જે તમને સાંધાના દુખાવા કે હાડકાને લગતી કોઈ પણ બીમારી હોય તેમાંથી તમને છુટકારો આપી શકે છે. તેમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. તમે એક વર્ષ આ મુખવાસ દરરોજ રાત્રે એક ચમચી ખાસો તો તમને હાડકાને લગતી બીમારીઓ દૂર થઇ શકે છે.
જેમને જમ્યા પછી ગેસ કે એસીડીટી થાય છે તેઓ આ મુખવાસ ખસે તો તેમને ઘણી રાહત મળશે. જેમની પાચનશક્તિ નબળી હોય જેમ કે જમ્યા પછી ખોરાક પચતો નથી કબજિયાત થતી હોય તેમના માટે પણ આ મુખવાસ રામબાણ સાબિત થઇ શકે છે. જાણો તે મુખવાસમાં શું આવે છે જેનો તમારે ઉપયોગ કરવાનો છે.
આ મુખવાસ બનાવવા માટે તમારે સફેદ અને કાળા તલ લેવાના છે જેને સામાન્ય સેકી લેવાના પછી દેશી વરિયાળી લેવાની તેને પણ સેકી દેવાની અને તલ જોડે મિક્સ કરી દેવાની. આ ત્રણે ને સરખી માત્રામાં લઇ લેવાનું અને પછી તેમાં થોડો અજમો તેને પણ નવશેકું સેકી લેવાની અને ચારે વસ્તુને મિક્સ કરી દેવાનું. પછી એક ડબ્બામાં ભરીને મૂકી દેવાનું.
તમારે તેને બપોરે અને રાત્રે જમ્યા પછી ખાવાનું. તમે દિવસ દરમિયાન કોઈ પણ પણ સમયે ખાઈ શકો છો. આ મુખવાથી તમને જે હાડકાને લગતી બીમારીઓ છે તેમાં ખુબ સારું પરિણામ મળી શકે છે. આ મુખવાસ તમે ઘરે પણ બિલકુલ આસાનીથી બનાવી શકો છો.