દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ ઈચ્છે છે દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે તેનું જીવન કોઈપણ મુશ્કેલી વગર આનંદમય રીતે પસાર થાય પણ આવું થવું અશક્ય છે દરેક વ્યક્તિને જીવનમાં થોડીક મુશ્કેલીનો સામનો તો કરવો જ પડતો હોય છે દુનિયામાં થોડાક એવા વ્યક્તિ હશે જેમને કોઈ દિવસ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નહીં હોય
આપણા પ્રાચીન જ્યોતિષશાસ્ત્રમાં દુનિયાની દરેક મુશ્કેલીનો ઉપાય બતાવવામાં આવ્યો છે આ ઉપાય કરવાથી દરેક મુશ્કેલીઓ દૂર કરી શકાય છે મોટાભાગના ધન સંપત્તિની સમસ્યા ખૂબ પરેશાન કરતી હોય છે જ્યારે પણ કોઈ વ્યક્તિને પૈસાની તંગી હોય તેવા વ્યક્તિ ભૌતિક સુખનો લાભ ઉઠાવી શકતા નથી જ્યારે વ્યક્તિ દિવસ-રાત ખૂબ મજુરી કરતો હોય તેમ છતાં પણ પૈસાની તંગી પડતી હોય છે તેવા વ્યક્તિને કુંડળી કે ભાગ્યનો દોષ નડતો હોય છે આ દોષ દૂર કરવાના અસરદાર ઉપાય હું તમને બતાવીશ
જે લોકો ખૂબ મહેનત કરતા હોય છે તે છતાં પણ તેમને સફળતા પ્રાપ્ત થતી નથી તેવા લોકો આ ઉપાય કરી શકે છે રવિવારની રાત્રે ઉગતા સમયે એક દૂધનો ગ્લાસ પોતાના બેડ કે ખાટલા નીચે મૂકવો સવારમાં ઉઠો ત્યારે આ દુધના ગ્લાસને પીપળાના ઝાડના થડમાં રેડવો જોઈએ આ ઉપાયને ૨૧ વખત કરવાથી પૈસાની તંગી દૂર થઈ શકે છે સાથે તમારી આસપાસ ફરતી નકારાત્મક શક્તિઓથી પણ છુટકારો મળી શકે છે આ ઉપાયને શ્રદ્ધા પૂર્વક કરવામાં આવે તો તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ આવી શકે છે
આપણા હિન્દુ ધર્મ પીપળાના ઝાડને એક પવિત્ર ઝાડ માનવામાં આવે છે તેની વર્ષોથી વિધિ વિધાન દ્વારા પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે પીપળાના ઝાડમાં ભગવાન વિષ્ણુ રહેલા હોય છે તેમ માનવામાં આવે છે પીપળાના ઝાડના થડમાં દૂધ રેડવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થતા હોય છે