જન્મ અને મૃત્યુ જીવનનની સૌથી મોટો હકીકત છે,જે આપણા જન્મની પહેલા જ આપણા મૃત્યુનો સમય નક્કી કરવામાં આવે છે. આપણા ગરુડ પુરાણમાં વ્યક્તિના સારા અને ખરાબ કર્મોને જ વ્યક્તિ ના જન્મ અને મૃત્યુનું કારણ બતાવવામાં આવ્યું છે. પુરાણમાં બતાવવામાં આવેલી વાતો જાણી શકાય કે કોણ વ્યક્તિ કેવી રીતે મૃત્યુ પામી શકે છે.
દરેક જન્મ લેનારનું મૃત્યુ નક્કી જ હોય છે પણ તમે જોયું હશે કે દરેકના મૃત્યુ સમાન રીતે નથી થતા. દરેકનું મૃત્યુ કંઈક ના કંઈક અલગ રીતે થતું હોય છે. કુદરત દરેકને તેના કર્મોના આધારે જ તેનું પરિણામ આપે છે. તમે જેવા કર્યો કરશો તે પ્રમાણે જ તમને મોક્ષનો દ્વાર મરશે.
જે વ્યક્તિને સાચું બોલવાની આદત હોય છે, ભગવાનમાં આસ્થા હોય અને વિધિ વિધાન અનુસાર ધર્મનું પાલન કરે છે. ક્યારેય જાણી જોઈને કોઈનું દિલ ન તોડતા હોય તથા કોઈની જોડે વિશ્વાસ ઘાત ન કરતા હોય તેવા વ્યક્તિઓનું મૃત્યુ સુખદ હોય છે. તેવા લોકોનું મૃત્યુ કોઈ પણ કષ્ટ વગર સ્વર્ગના દ્વારે જાય છે. તેવા લોકોને કોઈ પણ પ્રકારની પીડા વગર મૃત્યુ થાય છે.
જે વ્યક્તિઓ મોહનો ઉપદેશ આપે છે લોકોની વચ્ચે તણાવની ભાવના ફેલાવે છે તથા લાલચ અને સ્વાર્થની ભાવનાને મહત્વ આપે છે. તેમને તેમના પાછળ દિવસોમાં શારીરિક દુઃખોનો સામનો કરવો પડે છે. મૃત્યુ પહેલા તેઓ અમુક પીડાઓથી પીડાતા હોય છે.
ખોટું બોલવાવાળા લોકો, ભરોસો તોડવાવાળા લોકો અને શાસ્ત્રો અને વેદોની બુરાઈ કરવાવાળા લોકોની સૌથી વધારે દુર્ગતિ થાય છે. આવા લોકોની અંતિમ સમયમાં આંખો ફરવા લાગે છે, મોઢું નાનું થઇ જાય છે અને શ્વાસ ચડવા લાગે છે તેવા લોકો પરિવારને હેરાન કરવાની સાથે આવા કષ્ટોથી દુઃખી થઈને પોતાના પ્રાણનો ત્યાગ કરે છે.
માટે જ આપણે આપણા કર્મોનું ફળ આજ જન્મમાં ભોગવી ને જવાનું છે. એટલે જ તો કહેવાય છે કે આપણે જેવા કર્મો અને કાર્યો કરીશું તેવું ફળ મરશે. શક્ય હોય ત્યાં સુધી કોઈને જાણતા કે અજાણતા દુઃખ ન પહોંચાડતા.