ભારતની ભૂમિ ઉપર નાના-મોટા હજારો મંદિર આવેલા છે આ દરેક મંદિરમાં દેવી દેવતા સાક્ષાત બિરાજમાન હોય છે ભારતમાં આવેલા આ મંદિરોમાં અવારનવાર ચમત્કાર જોવા મળતા હોય છે આ ચમત્કાર જોઈને બધા લોકો ચોંકી ઉઠતા હોય છે આજે હું તમને એક એવા મંદિર વિશે બતાવી જેના રહસ્ય જાણીને તમને વિશ્વાસ નહીં થાય
આ મંદિર કચ્છના રાપરના રણ વિસ્તાર માં આવેલા રવ ગામ માં આવેલું છે આ મંદિરમાં સાક્ષાત રવેચી માતા બિરાજમાન છે આ મંદિરની સ્થાપના પાંડવોએ કરી હોય તેમ માનવામાં આવે છે આ મંદિર પ્રાચીન અને ઐતિહાસિક છે
રવેચી માતા મંદિર સાલ ૧૯૭૮માં ફરીથી બનાવવામાં આવ્યું હતું ગામમાં આવેલા તળાવના કિનારા ઉપર મંદિરનું બાંધકામ કરવામાં આવેલું છે આ મંદિરમાં દિવસમાં ત્રણ વખત આરતી કરવામાં આવે છે મંદિરમાં રવેચી માતા ખોડીયાર માતાજી સામાભાઈ માતાજી અને મૂળ પુરુષ મૂળવાજી જાડેજાની પ્રતિમા આવેલી છે આ મંદિરમાં દર્શન કરવા માટે દૂરદૂરથી ભક્તો આવે છે આ મંદિરના ચાચર ચોકમાં આવીને સાચા મનથી પ્રાર્થના કરવામાં આવે તો તેમની પ્રાર્થના રવેચી માતા અવશ્ય સાંભળે છે
આજે પણ માતાજી આ ગામમાં સાક્ષાત બિરાજમાન છે માતાજી કેટલાક લોકોને સાક્ષાત આવીને પરચો પણ આપ્યો છે રવ ગામની આજુબાજુ માં આવેલા ગામમાં શિયાળામાં પણ ગાયોને બહાર ખુલ્લામાં બાંધવામાં આવે છે તોપણ ગાયોને ઠંડો પવન લાગતો નથી માતાજી સાક્ષાત આવીને આવી રીતે પરચા આપ્યા કરે છે માતાજીના પરચા જોઈને ઘણા ભક્તો તેમના દર્શન કરવા માટે આવતા હોય છે