12 વર્ષની ઉંમરમાં એક છોકરો ભણવામાં ધ્યાન આપતો નથી એટલે તેના પિતા તેને ખરું-ખોટું સંભળાવે છે તેથી આ છોકરો ઘર છોડીને ભાગી જાય છે. અને તે ટ્રેનમાં બેસી ને લુધિયાના પહોંચી જાય છે. છોકરાને શોધવા માટે તેના પરિવારના લોકો દિવસ રાત એક કરી દે છે પરંતુ ક્યાંય પણ મળતો નથી. પછી તેઓ થાકીને હાર માની લે છે કે આપણો છોકરો હવે પાછો નહિ આવે.
14 વર્ષ પછી તે ૨૬ વર્ષનો થાય છે ત્યારે નવ જવાન સરદાર બનીને પાછો આવે છે તેની મા તેને જોતાની સાથે જ ઓળખી જાય છે. કે આ મારો છોકરો છે તેના પિતાની આંખમાં પણ આંસુ આવી જાય છે.
લુધિયાનામાં તેને એક સરદાર મળે છે તેમને ટ્રાન્સપોર્ટ નો ધંધો હોય છે આ છોકરો તેમને ટ્રાન્સપોર્ટના ધંધામાં મદદ કરે છે ધીમે ધીમે તે ટ્રક પણ શીખી જાય છે અને ટ્રક ચલાવવા લાગે છે અને ટ્રક ચલાવતા ચલાવતા એક દિવસ તે ટ્રક નો માલિક બની જાય છે.
એક દિવસ ધનબાદ જતા તેના એક ટ્રક નું એકસીડન્ટ થાય છે તે ધનબાદ હરદોઇ થઈને જતો હોય છે અચાનક તેને યાદ આવે છે કે આ તો મારું ગામ છે. જ્યાંથી હું ભાગી ગયો હતો તેને તેના માતા પિતા નું નામ યાદ નહોતું પરંતુ બાજુમાં રહેતા એક પડોશી નું નામ યાદ હતું.
તે પડોશી તેને મળે છે અને તેને ઓળખી જાય છે કે આ તેજ છોકરો છે જે 12 વર્ષની ઉંમરમાં ઘર છોડીને ભાગી ગયો હતો પછી તે તેના પરિવાર પાસે લઈ જાય છે. અને તેમને તેમનો છોકરો શોપે છે.