દરેક મા-બાપનું એક સપનું હોય કે તેમના બાળકો ભણી-ગણીને સરકારી અધિકારી બને પોતાના બાળકોને જીવનમાં સફળ બનાવવા માટે મા-બાપ રાતદિવસ મજૂરી કરતો હોય છે તેમના બાળકો ની તમામ જરૂરિયાત પૂર્ણ થાય તેની તમામ કોશિશ કરતો હોય છે આજે હું તમને એક એવા યુવક વિશે જણાવીશં જેમની પરિસ્થિતિ ખૂબ નબળી હોવા છતાં રાતદિવસ મજૂરી કરીને આજે સરકારી અધિકારી બન્યા
આ યુવકનું નામ પ્રભાત કુમાર છે પ્રભાત ના પિતા રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા પ્રભાત નો જન્મ એક સામાન્ય પરિવારમાં થયો હતો તેમના પરિવારની આર્થિક પરિસ્થિતિ ખૂબ નાજુક હોવાથી ક્યારેક પ્રભાત માટે ચોપડી લાવવાના પણ પૈસા ન હતા પ્રભાતને પોતાના પરિવારની સ્થિતિ વિશે જાણતો હોવાથી તેમને બાળપણમાં પણ કોઈ રમકડાની જીદ કરી ન હતી
પ્રભાત બાળપણથી જ ખૂબ હોશિયાર હતો તેમના પિતાની એક ઈચ્છા હતી પ્રભાત મોટો થઈને સરકારી અધિકારી બને આ માટે પ્રભાતને ભણાવવા માટે તેમના પિતા મજૂરી કરતા હતા તેમને અધિકારી બનવા માટે કોલેજના સમયથી તૈયારી શરૂ કરી દીધી હતી તેમના બધા મિત્રો ક્લાસીસ કરતા હતા પણ તેમની પાસે ક્લાસીસ કરવાના પૈસા ન હોવાથી તેમની ઘરે જ તૈયારી શરૂ કરી દીધી
તેમને કોઈપણ જાતના કોચિંગ ક્લાસીસ વગર તૈયારી શરૂ કરી હતી તેમને બિહારની સિવિલ સેવા ની પરીક્ષા આપી અને મોટા અધિકારી બની ગયા આજે પ્રભાત ઉપર તેમના પિતાને ખૂબ ગર્વ મહેસૂસ થાય છે પ્રભાતે સમાજમાં તેમના પિતાનું નામ ઊંચું કર્યું છે