ધોનીના આ ખાસ ખેલાડીએ હતા તો 220 રન મારીને નવો રોહિત શર્મા બનવાનું એલાન કરી દીધું છે……

ક્રિકેટ

ટી-20 વર્લ્ડ કપ પૂર્ણ થયા બાદ વિશ્વની તમામ ટીમોએ દ્વિપક્ષીય સિરીઝ રમવાનું શરૂ કર્યું છે. ભારતીય ટીમ પણ હાલમાં ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ત્રણ મેચોની વન-ડે સિરીઝ રમી રહી છે. વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. ઘણા યુવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સિરીઝમાં સારું પ્રદર્શન કરીને યુવા ખેલાડીઓ કાયમી સ્થાન બનાવી શકે છે.

ન્યૂઝીલેન્ડ પ્રવાસ પૂર્ણ થયા બાદ ભારતીય ટીમ 4 ડિસેમ્બરથી બાંગ્લાદેશ સામે 3 મેચોની વનડે સિરીઝ રમવાની છે. હાલમાં એક તરફ ભારતીય યુવા ખેલાડીઓ ન્યૂઝીલેન્ડ ખાતે જબરદસ્ત પ્રદર્શન કરી રહ્યા છે

તો બીજી તરફ ઘણા યુવા ખેલાડીઓ ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરતા જોવા મળ્યા છે. હાલમાં આ ખેલાડીએ 220 રન બનાવીને રોહિત શર્માનું પત્તું કાપવાનો મોટો દાવો કર્યો છે.

આજે આપણે એક એવા ખેલાડીની વાત કરીશું કે જેણે તાજેતરમાં 159 બોલમાં 220 રન બનાવ્યા છે. વનડે ફોર્મેટમાં તેણે ફરી એકવાર ધમાકો કર્યો છે. આ ઉપરાંત તેણે રોહિત શર્માનું સ્થાન લેવાનું મોટો દાવો કર્યો છે. આ પહેલા પણ તે ઘણી વખત આવી રમત બતાવી ચૂક્યો છે. તેને ટૂંક સમયમાં જ સ્થાન મળી શકે છે. તો ચાલો જાણીએ આ યુવા વિસ્ફોટક ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે તાજેતરમાં ઋતુરાજ ગાયકવાડે વિજય હજારે ટ્રોફીમાં મહારાષ્ટ્ર તરફથી રમીને 159 બોલમાં 220 રન બનાવ્યા છે. જેમાં તેણે 10 ફોર અને 16 મોટી સિક્સર ફટકારી છે. જેમાં 1 ઓવરમાં તેણે સતત 7 સિક્સર ફટકારી હતી. આ દરમિયાન તેની સ્ટ્રાઇક રેટ 138.36ની રહી છે. ભારતીય ટીમમાં તે ફરી એક વખત પ્રવેશવાનો દાવો કરી રહ્યો છે.

ઋતુરાજ ગાયકવાડે મહારાષ્ટ્ર તરફથી ઓપનિંગ કરીને તાજેતરમાં 220 રન બનાવ્યા છે. આ સાથે જ તેણે ભારતીય ટીમમાં ઓપનર તરીકે પ્રવેશવાનો દાવો કર્યો છે. તે રોહિત શર્માનું સ્થાન લેવા માટે ઘણી મહેનત કરતો જોવા મળ્યો છે. છેલ્લા ઘણા સમયથી તે સતત સારી રમત બતાવી રહ્યો છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં તેણે અત્યાર સુધી ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા છે.

ભારતીય ટીમ હાલમાં પરિવર્તનના સમયમાંથી પસાર થઇ રહી છે. જેથી ઘણા યુવા ખેલાડીઓ કાયમી સ્થાન બનાવી શકે છે. ઋતુરાજ ગાયકવાડને પણ આગામી સિરીઝમાં સ્થાન આપવામાં આવી શકે છે. હાલમાં ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ત્રણ મેચોની વનડે સિરીઝ રમી રહી છે અને હવે બાંગ્લાદેશ પ્રવાસ પર વનડે સિરીઝ રમવાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *