રિવરફ્રન્ટ પર ૨.૨૫ કરોડના ખર્ચે બાયો – ડાયવર્સીટી પાર્ક બન્યો, જાણો ફી

Latest News

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને SRFDCL ના સયુંકત ઉપક્રમે સાબરમતી રિવરફ્રન્ટ ફ્રન્ટ પર આંબેડકર બ્રિજ નીચે રૂ.૨.૨૫ કરોડ ના ખર્ચે બાયો ડાયવર્સીટી પાર્ક નું નિર્માણ કરવામાં આવ્યું છે. જેના વિસ્તરણ ની કામગીરી કરી ને ૪૫ હજાર જેટલા વિવિધ પ્રકારના વૃક્ષઓ નું વાવેતર કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેર ને નવા નજરાણા સ્વરૂપે બાયો – ડાયવર્સીટી પાર્ક મળી રહ્યો છે તેમ જણાવ્યું હતું કે સતત વિકસતા જતા અમદાવાદ માં મ્યુનિસિપલ કોર્પોરેશન દવારા અનેક રમણીય પાર્ક નું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં સાબરમતી ના તટે લુપ્ત થઇ રહેલી અનેક પ્રજાતિ ના વૃક્ષઓ નું વાવેતર કરી ને પ્રકૃતિ નું સંવર્ધન અને સંરક્ષણ કરવામાં આવી રહ્યું છે. જે શહેર માં પ્રકૃતિ પ્રેમી લોકો માટે ખુશી ના સમાચાર છે.


અર્બન ફોરેસ્ટ પ્રોજેક્ટ અંતર્ગત શહેરની મધ્યમાં ઘનઘોર જંગલ વિકસાવવાની પદ્ધતિથી શહેરનું તાપમાન અને વાતાવરણમાં બદલાવ આવવાથી પશુ, પંખીઓ માટે આ પાર્ક વિશ્રામનું સ્થળ બની રહેશે તેમ મંત્રી એ જણાવ્યું હતું. ગૃહમંત્રી એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જણાવ્યું હતું કે જંગલમાં જોવા મળતી વનસ્પતિઓનું અહીં વાવેતર કરવાથી પ્રકૃતિ પ્રેમી લોકો અહીં આવીને શાંતિનો અનુભવ કરી શકશે.


અત્રે ઉલ્લેખનીય છે કે સદર પાર્કમાં ૧૨૦ પ્રજાતીના ૭૦૦૦ જેટલા વૃક્ષો અને વિસ્તરણ થતાં ૧૭૦ પ્રજાતીના ૪૫ હજાર જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે. જેમા રબર,કપૂર,સિંદૂર, રુદ્રાક્ષ,અંજીર, રકતચંદન,સિસમ,સિ-ગ્રેપ,રુખડો,ચરોલી,ઢવ,ખીજડો,ખેર,પીલખન જેવી લુપ્તપ્રાય થઈ રહેલી ૧૩૪ જેટલી પ્રજાતિઓના વૃક્ષો વાવ્યા છે. ફળાઉ વૃક્ષો અને વનસ્પતિઓનો ઉપયોગ અહીં આવતા પક્ષીઓના ખોરાક માટે કરવામાં આવશે.


પાર્કમાં વનસ્પતિની ઓળખ માટે નામ પ્લેટ લગાવવામાં આવી છે તથા શહેરીજનો અંહી આવી શકે તે માટે પ્રવેશ ફી નકી કરવામાં આવી છે. જેમાં શૈક્ષણિક પ્રવાસના વિદ્યાર્થીઓ માટે 01 રૂ, દિવ્યાંગ અને 5 વર્ષ સુધીના બાળકો માટે નિ:શુલ્ક, ૬૦ વર્ષથી વધુ અને ૫ થી ૧૨વર્ષની વય ધરાવનાર માટે ૧૦ રૂ. અને ૧૨ થી વધુ વયની તમામ વ્યકતિઓ માટે ૨૦ રૂ.એન્ટ્રી ફી રાખવામાં આવેલ છે. પાર્કનો સમય સવારના ૭.૦૦ વાગ્યા થી સાંજના ૫.૦૦ વાગ્યા સુધી રહેશે. તથા સાંજના ૪.૩૦ વાગ્યા પછી પ્રવેશ ટીકિટ ઇસ્યુ કરવામાં આવશે નહિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *