રોહિત શર્માએ રિષભ પંતની તુલના આ જાણીતા બોલિવુડ સેલિબ્રિટી સાથે કરી

Latest News

ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર બેટ્સમેન રોહિત શર્માએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા રિષભ પંતની એક તસવીર શેર કરી છે. રોહિત શર્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ દ્વારા પંતની આ તસવીર પોસ્ટ કરી. જે હાલમાં ખાસ્સી વાયરલ થઇ રહી છે. રોહિત શર્મા અને રિષભ પંત બંને ખેલાડી આ સમયે ઈંગ્લેન્ડમાં ભારતીય ટેસ્ટ ટીમનો ભાગ છે. ન્યૂઝીલેન્ડની સામે સાઉથેમ્પ્ટનમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ હાર્યા પછી ભારતીય ટીમ ઈંગ્લેન્ડમાં જ છે.

ઈન્ડિયન ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડ સામે પાંચ મેચોની ટેસ્ટ સીરિઝની તૈયારીઓમાં લાગી છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમનારી પહેલી ટેસ્ટ મેચ ૪ ઓગસ્ટથી શરૂ થઇ રહી છે. ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓની સાથે તેમનો પરિવાર પણ ઈંગ્લેન્ડમાં જ છે. હાલમાં જ ઘણાં ક્રિકેટરોએ ફોટો શેર કર્યા છે. જેમાં તેમની સાથે તેમના પરિજનો પણ દેખાઇ રહ્યા છે.

રોહિત શર્માએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર રિષભ પંતનો ફોટો પોસ્ટ કર્યો છે. તસવીર શેર કરતાની સાથે હિટમેને કેપ્શનમાં લખ્યું કે, આ અમારો પોતાનો બાદશાહ છે. આ પોસ્ટ દ્વારા રોહિત શર્માએ યુવા ક્રિકેટર રિષભ પંતની તુલના બાદશાહ સાથે કરી છે. ભારતીય બેટ્સમેન કેદાર જાધવે આના પર કમેન્ટ કરી કે, આપણા ચાચા નહેરું. કેદાર જાધવે પંતની ટીશર્ટ પર બનેલા ગુલાબના સંબંધમાં આ કમેન્ટ કરી.

હાલમાં ભારતીય ક્રિકેટ ટીમે ડરહમ છોડી દીધું છે અને પહેલી ટેસ્ટની તૈયારી માટે નોટિંઘમ પહોંચી ગઇ છે. ભારતે ડરહમમાં કાઉન્ટી સેલેક્ટ ઈલેવન સામે ૩ દિવસીય અભ્યાસ મેચ રમી હતી.

હાલમાં જ પંત અને શાર્દુલ ઠાકુર વચ્ચે એક ફિટનેસ ડ્રિલ થઇ હતી. બે ટીમો બની. સ્ક્વોડના સભ્યોએ રગ્બી સ્ટાઇલથી એકબીજાને બોલ પાસ કરવાનો હતો. જેમાં રનિંગ, હેડ આઇ કોર્ડિનેશન અને ટીમવર્ક સામેલ હતું. BCCIએ તેની એક ક્લિપ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર શેર કરી હતી.

બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ ડ્રિલ વિશે જાણકારી આપી. તેણે કહ્યું કે અમારે એક હાથથી બોલ પકડવાનો છે અને બીજા હાથે તેને થ્રો કરવાનો છે. જો ત્યારે તમને ટચ કરી લેવામાં આવ્યા તો તમે આઉટ થઇ ગયા. તમારે સાત પાસમાં બોલને વચ્ચે રાખેલા કોનની વચ્ચોવચ રાખવાનો છે.

ભારત અને ઈંગ્લેન્ટની વચ્ચે ૪ ઓગસ્ટથી ૫ મેચોની ટેસ્ટ સીરિઝ શરૂ થશે. તેની સાથે જ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની બીજી સાઇકલ પણ શરૂ થઇ જશે.

પહેલી ટેસ્ટ : ૪-૮ ઓગસ્ટ, ટ્રેંટબ્રિજ

બીજી ટેસ્ટ: ૧૨-૧૬ ઓગસ્ટ, લોર્ડ્સ

ત્રીજી ટેસ્ટ: ૨૫-૨૯ ઓગસ્ટ, હેડિંગ્લે

ચોથી ટેસ્ટ : ૨-૬ સપ્ટેમ્બર, કેનિંગ્ટન ઓવલ

પાંચમી ટેસ્ટ : ૧૦-૧૪ સપ્ટેમ્બર, ઓલ્ડ ટ્રેફર્ડ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *