સૌ કોઈ સચિન તેંડુલકરને ઓરખતા હસો. તેઓ પોતાના જીવનમાં કેટલા સકારત્મક હતા તેના પરથી આપણે પણ આપણા જીવનમાં કંઈક શીખી શકાય છે. આપણે તેમને મેદાન પર રમતા પણ જોયા હશે. તેમની સંગર્ષની કહાની જાણીને સકારાત્મક બનીને આપણે પણ જીવનમાં કંઈક કરી શકીએ.
એક સમયે ક્રિકેટ જગતમાં સચિન તેંડુલકરે ૨૦ વર્ષ પૂર્ણ કાર્ય ત્યારે એક મીડિયા મિત્રએ પૂછ્યું કે તમારી સિદ્ધિનું રહસ્ય શું છે.ત્યારે તેમને કહ્યું કે ફક્ત ક્રિકેટ રમતો હોય ત્યારે જ નહીં પરંતુ હું ચાલતો હોય, ઊગતો હોય, ખાતો હોય કે પીતો હોય ત્યારે ૨૪ કલાક ક્રિકેટ સિવાય કઈ વિચાર્યું નથી. માટે હું આજે આ જગ્યાએ પહોંચી શક્યો છે. તેમને એક સરસ મજાની વાત કરી કે કોઈ એવો સિંગલ દિવસ નથી કે હું ક્રિકેટ વિષે વિચાર્યું નથી. બીજું કે ૨૦ વર્ષ ઇન્ટરનેશનલ ક્રિકેટ અને ૪ વર્ષ ડોમેસ્ટિક ક્રિકેટમાં એવો એક પણ દિવસ નથી કે સવારે ઉઠીને એક બોલ ન રમ્યો હોય.
ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિએ પૂછ્યું કે તમે આગળ દિવસે સદી કે બેવડી સદી મારી હોય તો પણ બીજા દિવસે સવારે નેટ પ્રેકટીસ કરવાની જ? ત્યારે સચિન સર બહુ નિખાલસ પૂર્વક જવાબ આપે છે કે એવો કોઈ સિંગલ દિવસ નથી કે હું બોલ પકડ્યો ના હોય.
દરેક લોકોને પોતાના જીવનમાં કંઈક કરવાનો ગોલ હોય છે પણ તેના પાછળ મન મૂકીને મહેનત કરવી પડતી હોય છે. જે લોકો કઠોર મહેનત કરી છે તે લોકોને સફરતા સિદ્ધ થઇ છે. દરેક સફર વ્યક્તિનો ઇતિહાસ જોઈ લેજો તેઓ કઠિન પરિશ્રમ કરીને જ સફર થયા છે.
તમારે પણ તમારા જીવનમાં સફરતાં મેળવવી હોય તો તમારે તમારા નિચ્છીત ધ્યેય પાછળ લાગી જવું પડે. જે મન મૂકીને પરિશ્રમ કરે છે તે સફર થાય જ છે.