સેમસંગે ભારતમાં લોન્ચ કર્યું 35W એડેપ્ટર, લેપટોપ પણ ચાર્જ કરશે

trending

સેમસંગનું આ 35W એડેપ્ટર વાયરલેસ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે. આ એડેપ્ટર વાયરલેસ ઇયરબડ્સ સાથે પણ વાપરી શકાય છે. આ સિવાય તે પાવર બેંકને પણ ચાર્જ કરશે.

સેમસંગે ભારતીય બજારમાં તેનો 35W પાવર એડેપ્ટર ડ્યૂઓ રજૂ કર્યો છે. સેમસંગનું કહેવું છે કે આ 35W એડપ્ટરની મદદથી આઈફોન, એન્ડ્રોઈડ ફોન અને ટેબલેટ ઉપરાંત લેપટોપ અને સ્માર્ટવોચને પણ ચાર્જ કરી શકાશે.

સેમસંગનું આ 35W એડેપ્ટર વાયરલેસ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે. આ એડેપ્ટર વાયરલેસ ઇયરબડ્સ સાથે પણ વાપરી શકાય છે. આ સિવાય તે પાવર બેંકને પણ ચાર્જ કરશે. તેની સાથે USB Type-C પોર્ટ અને USB Type-A ચાર્જિંગ પોર્ટ છે.

એવો દાવો કરવામાં આવે છે કે આ ફોન સેમસંગ ગેલેક્સી સ્માર્ટફોનને ઓછા સમયમાં 50 ટકા સુધી ચાર્જ કરી શકે છે. સેમસંગ 35W પાવર એડેપ્ટર ડ્યૂઓની કિંમત 2,299 રૂપિયા રાખવામાં આવી છે. ચાર્જર ઓફલાઈન અને ઓનલાઈન સ્ટોર પરથી ખરીદી શકાય છે.

સેમસંગ 35W પાવર એડેપ્ટર ડ્યુઓનું ટાઇપ-સી પોર્ટ 35W ચાર્જિંગ ઓફર કરે છે, જ્યારે ટાઇપ-A પોર્ટ 15W ચાર્જિંગ ઓફર કરે છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે એપલની જેમ સેમસંગે પણ ફ્લેગશિપ ડિવાઈસમાંથી ચાર્જર હટાવી દીધું છે, એટલે કે ફોન સાથેના બોક્સમાં ચાર્જર ઉપલબ્ધ નથી. કંપનીના ફોન માર્કેટમાં માત્ર Type-C કેબલ સાથે આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *