ભારતમાં હનુમાનદાદાના નાના મોટા ઘણા મંદિર આવેલા છે તે દરેક મંદિરમાં લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે હનુમાનદાદા દરેક ભક્તને મુશ્કેલીમાં મદદ કરતા હોવાથી તેમને સંકટમોચન પણ કહેવામાં આવે છે આજે હનુમાનદાદાના ભક્તો દેશના દરેક ખૂણામાં મળી આવશે હનુમાન કળિયુગના એક માત્ર જીવિત દેવતા છે હનુમાન દાદા પોતાના ભક્તને અવાર નવાર આવીને સાક્ષાત પરચા આપતા હોય છે આજે હું તમને એક એવા મંદિર વિષે બતાવીશ જ્યાં દર્શન કરવાથી તમામ દુઃખ દર્દ દૂર થાય છે
સંકટમોચન બાલાજી મંદિર ખુબ સુંદર અને ચમત્કારી મંદિર છે આ મંદિરને વાનર મંદિર તરીકે પણ ઓરખવામાં આવે છે આ મંદિર ની આજુ બાજુ ખુબ મોટી સંખ્યામાં વાનરો વસવાટ કરે છે તેથી આ મંદિર વાનર મંદિર તરીકે ઓરખાય છે એવું માનવામાં આવે છે કે હનુમાનદાદા પોતાની વાનર સેના સાથે અહીં રમ્યા હતા આ મંદિર ઉત્તરપ્રદેશ રાજ્યના વારણસી શહેરમાં આવેલું છે આ સંકટમોચન મંદિરમાં દર્શન કરવાથી તમામ દુઃખ દર્દ દૂર થાય છે હનુમાન જયંતી ના દિવસે એક ભવ્ય શોભાયાત્રનું આયોજન કરવામાં આવે છે આ મંદિરમાં ભગવાન શ્રી રામની સામે હનુમાન દાદાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે
એવું માનવામાં આવે છે કે આ મંદિરની સ્થાપના ત્યાં કરવામાં આવી હતી જ્યાં મહાકવિ તુલસીદાસને હનુમાનદાદા સપનામાં આવ્યા હતા આ મંદિરની સ્થાપના મહાકવિ તુલસીદાસે કરી હતી દરેક મંગળવાર અને શનિવારના દિવસે સંકટમોચન ના દર્શન કરવા માટે ખુબ મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડા પૂર ઉમટી પડે છે વાસ્તુશાસ્ત્ર મુજબ હનુમાનદાદા મનુષ્યને શનિના ક્રોધથી બચાવે છે જે લોકોની શનિ ગ્રહ નડતો હોય તે આ મંદિર માં આવીને સંકટમોચન દર્શન કરવાથી શનિ ગ્રહ નડતો બંધ થાય છે
આ મંદિરમાં આવેલા દરેક ભક્તની મનોકામના પૂર્ણ થાય છે તેમજ સંકટમોચન હનુમાનદાદા ના દરબારમાં આવેલા દરેક ભક્તના દુઃખ દર્દ દૂર કરે છે આ મંદિરની મુલાકાત લેવા માટે હજારો ભક્તો આવે છે