શ્રી કષ્ટભંજન દેવ કી જય
ચાલો મિત્રો , આજે શુભ શનિવાર છે. શ્રી સારંગપુર ધામ વિશે થોડુક જાણી એં હનુમાન મંદિર , સારંગપુર ગુજરાત ના ગુજરાત ના બોટાદ જિલ્લા ના બરવારા તાલુકા ના સારંગપુર ગામ માં આવેલું કષ્ટભંજન દેવ હનુમાન નું મંદિર છે તે સારંગપુર ના હનુમાન તરીકે પણ પ્રસિદ્ધ છે . આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાય ની વડતાલ ગાદી ના તાબામાં આવેલ છે.
મંદિર ના ઇષ્ટદેવ કષ્ટભંજન હનુમાન દાદા ની મૂર્તિ ની સ્થાપના સ્વામિનારાયણ સમ્પ્રદાય ના ગોપાળાનંદ સ્વામીએ કરી હતી. સ્વામિનારાયણ ના પ્રથમ કોટી ના સંત ગોપાળાનંદ સ્વામી એ આ હનુમાનજી ની પ્રતિસ્થા કરી તે વખતે હનુમાનજી નું શરીર ધ્રુજવા લાગ્યું . ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કાષ્ટ ની લાકડી વડે મૂર્તિ ને સ્થિર કરી દૈવત મૂક્યું . તે વખતે આ મંદિર મોં ભૂત પ્રેત નાશ કરવા ભક્તો ઉમટી પડે છે હાલ મોં નવા પ્રકાર નું બાંધકામ છે તે શાસ્ત્રીજી મહારાજે કરાવ્યું હતું. તેઓ લગભગ ઇ.સ. ૧૮૮૦ ની આજુબાજુ મહંત પદ પર રહ્યા હતા .
આ સ્થળ અમદાવાદ આશરે ૧૫૩ કી.મી . દૂર આવેલું છે અને નજીક નું મોટું શહેર બોટાદ છે.