જો સરદાર પટેલ ન હોત તો જૂનાગઢ આજે અલગ દેશ હોતઃ હર્ષ સંઘ

trending

ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, અખંડ ભારતના નિર્માતા, લોહપુરુષ, ભારત રત્ન સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ 31મી ઓક્ટોબર-‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે સુરત પોલીસ કમિશનર હેડક્વાર્ટર, પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને વહેલી સવારે એકતા દોડ યોજાઈ હતી. મંત્રી અને મહાનુભાવોએ લીલી ઝંડી આપી એકતા દોડને પ્રસ્થાન કરાવ્યું હતું. સાથોસાથ તેઓએ એકતા દોડમાં અન્ય દોડવીરો સાથે જોડાઈને પ્રોત્સાહિત કર્યા હતા.

આ પ્રસંગે ગુજરાતના સપૂત સરદારને ભાવસભર વંદન કરતા મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, સરદાર સાહેબ આજના આધુનિક અને એક ભારતના ઘડવૈયા છે. દેશને છેલ્લા શ્વાસ સુધી એકસૂત્રમાં બાંધવા માટે તેમણે સમગ્ર જીવન સમર્પિત કર્યું હતું. તેમણે શહેર પોલીસ અને મનપાના હજારો કોરોના વોરિયર્સ દ્વારાકોરોના કાળમાં લોકોને સુરક્ષિત અને કોરોનામુક્ત રાખવા માટે કરવામાં આવેલી ઉમદા કામગીરીને બિરદાવી અભિનંદન આપ્યા હતા.

એકતા દોડની સાથોસાથ દોડની હરિફાઈ પણ યોજાઈ હતી. જેમાં પ્રથમ ત્રણ ક્રમે આવનાર દોડવીરોને મહાનુંભાવોના હસ્તે પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા માટે સંકલ્પબદ્ધ બનવા માટે રાષ્ટ્રીય એકતાના શપથ લીધા હતા. આ પ્રસંગે પોલીસ કમિશનર અજય તોમર, મ્યુ. કમિશનર બંછાનિધિ પાની, પ્રસિદ્ધ નાટ્યકાર યઝદી કરંજીયા, અગ્રણી ઉદ્યોગપતિ લાલજી પટેલ, સહિત પોલીસ કર્મીઓ, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *