આજે સમાજમાં ઘણા એવા યુવાનો છે જે પોતાની સારા પગારની નોકરી છોડીને ખેતી કરાવતા હોય છે એ પોતાની બુદ્ધિ વાપરીને ખેતીમાંથી લાખો રૂપિયાનો કારોબાર કરતા હોય છે આ ખેડૂતો ઇન્ટરનેટના માધ્યમથી માહિતી મેળવીને ખૂબ ઓછા ખર્ચે સારું ઉત્પાદન મેળવતા હોય છે આજે હું તમને એક એવા ખેડૂત વિશે બતાવીશ જેમને પોતાની સરકારી નોકરી છોડીને ખેતી શરૂ કરી અને ખેતીમાંથી લાખો રૂપિયા સરળતાથી કમાઈ લે છે
આજે હું તમને ખેતી ક્ષેત્રે સફળ એવા ગુરુપ્રસાદ પવારના વાત કરવા જઈ રહ્યો છું ગુરુપ્રસાદ બાળપણથી ભણવામાં ખૂબ જ હોશિયાર હતા તેમની પીટીઆઈ કરીને વર્ષ 2004માં શિક્ષણ કાર્ય નોકરી મેળવી હતી ત્યારે તેમને મળતા પગારમાંથી પરિવારનું ભરણપોષણ ન થતા તેમને સરકારી નોકરી સાથે ખેતી કરવાનું પણ શરૂ કર્યું શરૂઆતમાં તેમને પોતાની છ એકર જમીનમાં લસણની ખેતી કરવાનો વિચાર કર્યો આ ખેતી માટે તમે બેંક જોડે થી થોડીક લોન પણ લીધી
તેમને તે લસણના પાકમાંથી દસ લાખ રૂપિયા જેટલો જંગી નફો કર્યો હતો પછી તેમને લાગ્યું કે ખેતીમાંથી પણ સારી એવી કમાણી કરી શકાય છે તેથી તેમને સરકારી નોકરી છોડીને સંપૂર્ણ રીતે ખેતી કામ કરવાનું વિચાર્યું આજે તેમની પાસે પોતાની ૫૦ એકર જમીન છે અને વર્ષે ૧૨૫ કરોડ રૂપિયાનું ધંધો કરે છે આનાથી તેમને લગભગ ૫૦ થી ૫૫ લાખ રૂપિયા જેટલી આવક મળી રહે છે
શરૂઆતમાં તેમને ખેતીમાં ખૂબ જ તકલીફો પડતી હતી પણ તેમને ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઓછી મજુરી વધુ ઉત્પાદન મેળવતા થયા ગુરુ કહે છે કે જ્યારે તેમને લસણના પાકનો ફાયદો થયો ત્યારે તેમને છ એકર જમીન ખરીદી હતી પછી તેમને દર વર્ષે નફામાંથી જમીન ખરીદતા હતા અને આજે તેમની જોડી ૫૦ એકર જમીન છે
તેમના ગામમાં પાણીની તકલીફ હોવાથી કૃષિ વૈજ્ઞાનિકોની સલાહ મેળવીને તેમને પોતાની જમીનમાં વર્ષે 3 પાક ઉગાડે છે તે કોબી મીઠી મકાઇ અને લસણ જેવા પાક ઉગાડે છે ગુરુપ્રસાદ નું માનવું છે કે કોન્ટ્રાક્ટ પદ્ધતિ ની ખેતી ખેડૂતો માટે ખૂબ લાભકારક છે