આજે તમને સમાજમાં એવા લોકો જોવા મળતા હશે કે જે પોતાની સરકારી નોકરી છોડી ને ખેતી કરતા હોય છે ભણેલો શિક્ષિત યુવા વર્ગ પોતાની પરંપરાગત ખેતી છોડીને ટેકનોલોજીનો ઉપયોગ કરીને નવી નવી ખેતી કરીને આજે આત્મનિર્ભર થયો છે આજે હું તમને એક એવા વ્યક્તિ વિશે જણાવીશ જેમણે પોતાની સરકારી નોકરી છોડીને ખેતી કરવાનું ચાલુ કર્યું
ઉત્તર પ્રદેશમાં આવેલા બારાબંકી જિલ્લાના દોલતપુર ગામમાં રહેતા અમેઇન્દ્ર પ્રતાપસિંહ કે જેઓ સરકારી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા તેમને શિક્ષક માંથી રાજીનામું આપીને ખેતી શરૂ કરી આજે તેમાંથી કરોડો રૂપિયા કમાય છે તેમને પોતાના ખેતરમાં નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેતી કરાવે છે હાલ અમેઇન્દ્ર પ્રતાપ 60 એકર જેટલી જમીનમાં પાક ઉગાડે છે અને તેમાંથી એક કરોડ કરતાં પણ વધુની કમાણી કરે છે
અમરેન્દ્ર ના કહેવા પ્રમાણે ખેડૂતોનો ખેતી પ્રત્યેનો રસ ધીમે ધીમે ઓછો થતો જાય છે કારણકે આજની ખેતીમાં ખૂબ ખર્ચા વધી ગયા છે અને પાક તૈયાર થાય ત્યારે બજારમાં તેના યોગ્ય ભાવ નથી મળતા ખેડૂતોને ખૂબ નુકશાન પડતું હોય છે તેથી તેમને પોતાના ઘરે લખનઉ પાછા આવીને ખેતી કરવાનો વિચાર કર્યો
તેમના આ નિર્ણયને પરિવારના લોકોએ મંજૂરી આપી નહી પણ તે પોતાના નિર્ણય ઉપર અડગ રહ્યા તેમને નક્કી કર્યું હતું કે કંઈ પણ થાય પણ મારે ખેતી જ કરવાની છે તેમને ઇન્ટરનેટના માધ્યમથી ખેતી વિશે ઘણી બધી જાણકારી મેળવી તેમને સૌપ્રથમ બે એકર જમીનમાં કેળાની ખેતી શરૂ કરી પણ તેમને કેળાની ખેતી માં ખૂબ સારી એવી સફળતા મળતા બીજા વર્ષે તેમને કેળા વધુ જમીનમાં વાવ્યા તેમને કેળાની સાથી બીજા કેટલાક અન્ય પાક પણ ઉગાડવા લાગ્યા
અમેઇન્દ્ર ભાઈ કેળા તરબૂચ હળદર અને મશરૂમ ની ખેતી કરે છે આજે તે ૬૦ એકર કરતાં પણ વધુ જમીનમાં ખેતી કરે છે અને એક કરોડ કરતાં વધુ ની કમાણી કરે છે