આપણા હિન્દુ ધર્મ ઘણા બધા દેવી દેવતા આવેલા છે તે દરેક દેવી-દેવતાની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે દેવોના દેવ મહાદેવની પૂજા અર્ચના કરવાથી તમામ પ્રકારના દુખડા દૂર થતા હોય છે મહાદેવને પ્રસન્ન કરવા માટે તેમના ભક્તો અલગ-અલગ ઉપાય કરતા હોય છે બધા દેવી-દેવતા કરતા મહાદેવ ખૂબ ઝડપી પ્રસન્ન થતા હોય છે
મહાદેવની પૂજા અર્ચના કરવા માટે સોમવારનો દિવસ ખૂબ શુભ માનવામાં આવતો હોય છે સોમવારના દિવસે મહાદેવની પૂજા કરવામાં આવે તો તેનું યોગ્ય ફળ પ્રાપ્ત થતું હોય છે સોમવારનો દિવસ મહાદેવને સમર્પિત હોય છે સોમવારના દિવસે મહાદેવની પૂજા કરવાથી મહાદેવ પ્રસન્ન થતા હોય છે આજે હું તમને મહાદેવને પ્રસન્ન કરવા માટેના કેટલાક ઉપાય બતાવીશ
સોમવારના દિવસે સવારમાં વહેલા ઊઠીને સ્નાન કરીને મહાદેવના મંદિરમાં જઈને મહાદેવની પૂજા-અર્ચના કરવી જોઈએ તે સાથે શિવલિંગ ઉપર શુદ્ધ દૂધનો અભિષેક કરવો જોઈએ આ ઉપાય કરવાથી મહાદેવ ખુશ થાય છે અને ભક્તની દરેક મનોકામના પૂર્ણ કરે છે
સોમવારના દિવસે મહાદેવની સાથે માતા પાર્વતીની પણ પૂજા કરવી જોઈએ મહાદેવ અને માતા પાર્વતીની પૂજા એક સાથે કરવાથી બંનેના આશીર્વાદ પ્રાપ્ત થતા હોય છે જે તમારા તમામ દુખડા દૂર કરે છે
મહાદેવની પૂજા અર્ચના પછી ગાય માતાને લીલુ ઘાસ કે રોટલી ખવડાવવી જોઈએ ગાય માતાની રોટલી ખવડાવવાથી તમારા ધારેલા દરેક કાર્યો ખૂબ જ ઝડપી પૂર્ણ થશે કારણ કે ગાય માતામાં 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ રહેલો છે ગાય માતાની પૂજા કરવાથી આ 33 કરોડ દેવી દેવતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે જે તમારે કિસ્મત રાતોરાત બદલી નાખશે