દુનિયામાં ઘણા લોકો એવા છે કે તેમની અજીબો ગરીબી ના કારણે તેઓ પ્રસિદ્ધ થતા હોય છે. ઘણા લોકોમાં તે ભગવાનની ગિફ્ટ હોય છે. આવા કારણોના કારણે સીધો વર્લ્ડ રેકોર્ડ જ બની જતો હોય છે. એક વ્યક્તિ તેના નાકની લંબાઈના કારણે આખી દુનિયામાં પ્રસિદ્ધ થઇ ગયો છે.
જે વ્યક્તિએ આ રેકોર્ડ તેના નામે કર્યો છે તેનું નામ મેહમેત ઓજીયુરેક છે અને તે તુર્કીનો રહેવા વાળો છે. મેહમેત ઓજીયુરેક નું નાક દુનિયામાં રહેનારા કોઈ પણ વ્યક્તિના નાકથી મોટું છે. નવાઈની વાત એ છે કે તે વ્યક્તિનું નાક ૭૧ વર્ષની ઉંમરે પણ સતત વધતું જ જાય છે.જેના કારણે તેમનો રેકોર્ડ આજ સુધી કોઈ તોડી નથી શક્યું. તેમનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ છે.
તુર્કીમાં રહેવાવાળા મેહમેત ઓજીયુરેક નામે આ રેકોર્ડ ૧૧ વર્ષ થી છે. તેમના નાકની લંબાઈ ૮.૮ સેન્ટિમીટર છે. તેમના મોઢાથી આગળ ૩.૫ ઇંચ તેમનું નાક છે. ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ જણાવ્યું કે એક જીવિત વ્યક્તિનું સૌથી લાંબા નાક માટે અમારા રેકોર્ડમાં પસંદ કરવામાં આવ્યું છે.
દુનિયામાં સૌથી મોટા નાક વાળા વ્યક્તિ મેહમેત ઓજીયુરેક નું નામ ૨૦૧૦માં ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં દાખલ કર્યું હતું. તેમના આ રેકોર્ડને આજસુધી કોઈ તોડી શક્યું નથી. જાણવા મળ્યું છે કે તેમના નાકની લંબાઈ હાલમાં પણ વધી રહી છે.