સાવલી ની ગંગોત્રી વિદ્યાલય ખાતે આરોગ્ય વિભાગ ની ટીમ દ્વારા 12 થી 14 વર્ષ ની વયજુથ ના વિદ્યાર્થીઓ ને રસીકરણ નો પ્રારંભ કરાયું
નાગરીક આરોગ્ય સુરક્ષા માટે સતત ચિંતિત સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા કોરોના મહામારી થી રક્ષણ માટે વખતોવખત વેકસીનેશન ની કામગીરી કરાતી હોય છે તે અનુસંધાને સાવલી ના સી,એચ,સી, સેન્ટર સહિત તાલુકાના પી,એચ,સી,અને સબ સેન્ટર પર કાયમી ધોરણે રસીકરણ ચાલે છે ગત ત્રીજી જાન્યુઆરી એ સાવલી ની ગંગોત્રી વિદ્યાલય ખાતે 15 થી 18 વર્ષવયજુથ ના વિદ્યાર્થીઓ ને રસીકરણ કરાયું હતું અને આજે ગંગોત્રી વિદ્યાલય માં સાવલી આરોગ્ય વિભાગ ની ટીમ દ્વારા 12 થી 14 વર્ષ ની વયજુથ ના વિદ્યાર્થીઓ ને કોરબીવેક્સ નામ ની રશી મુકાઈ રહી છે