ઘરની અંદર રહેલા મસાલાઓ જેવા કે મરચું, હળદર, મરી, ધાણા જેવા મસાલા જે આપણા ભોજનનો તો સ્વાદ વધારે જ તે સિવાય પણ આપણા સ્વાસ્થ્યને લગતા પણ ઘણા ફાયદા આપતા હોય છે. તેવો જ એક મસાલો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખુબ જ ફાયદા આપનારો છે. જાણો તે ફાયદાકારક મસાલા વિષે.
આ ઉપયોગી મસાલો છે અજમો, જેમાં ઘણા પોષકતત્વો મળી રહેતા હોય છે. જે આપણા શરીરના બંધારણ માટે જરૂરી છે. તે અજમાનું પાણી બનાવીને પીવામાં આવે તો જે લોકો મોટાપાથી પીડાતા હોય તેમને તો રાહત આપે છે તે સિવાય બીજી ઘણી ગંભીર બીમારીઓમાં ઉપયોગી નીવડી શકે છે. અજમાનું પાણી પીવાથી પેટના રોગોમાં પણ સારી એવી રાહત મળતી હોય છે.
જો ઘરમાં કોઈ નાનું બાળક હોય અને તેને પેટમાં દુખાવો થતો હોય તો તેને પાણીની અંદર અજમો નાખીને ગરમ કરી લેવાનો અને તે જયારે નવશેકું થાય ત્યારે તેનું સેવન કરવાનું. તેનાથી પેટમાં રાહત અને આરામ મળે છે.
જો તમને ભોજન પછી વારંવાર ગેસનો પ્રોબ્લેમ રહેતો હોય તો અજમાનું પાણી પીવું જોઈએ. અજમો પીવાથી પેટની અંદર રહેલો ગેસ બહાર કાઢી પેટમાં રાહત આપે છે. તેમાં ઘણા પ્રકારના વિટામિન્સ હોય છે, જે હૃદય ને સ્વસ્થ બનાવે છે. અજમાનું પાણી પીવાથી બ્લડ સર્ક્યુલેશન પણ સારું થાય છે. જેમને હૃદય રોગની બીમારી છે તેમના માટે અજમો રામબાણ છે.
અજમો મહિલાઓ માટે પણ એટલો જ ફાયદાકારક છે. જે મહિલાઓને અનિયમિત પીરિયડ્સ અને તે પછી થતા દુખાવામાં ઉપયોગી નીવડે છે. અજમાથી સાંધાના દુખાવા, એસીડીટી, પેટને લગતી બીમારી, ચરબી આ બધા તે ખુબ ઉપયોગી સાબિત થતું હોય છે.