દરેક ઘરના ઘરમાં સાવરણી જોવા મળતી હોય છે તેમને મિત્રો ખબર હશે કે સાવરણીમાં માતા લક્ષ્મીનો વાસ રહેલો છે સાવરણીને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે ઘરમાં સાફ સૂફાઇના કામમાં આવતી સાવરણી વાસ્તુ દ્રષ્ટિએ ખુબ ઉપયોગી વસ્તુ છે જે સફાઈની સાથે તમારું ભાગ્ય પણ ચમકાવી શકે છે
સાવરણીમાં માતા લક્ષ્મીની કૃપા હોય તેમ માનવામાં આવે છે સાવરણીના ઉપયોગ દ્વારા વસ્તુ દોષ માંથી પણ મુક્તિ મળી શકે છે સાવરણીના ચમત્કારી ઉપયોગ તમને ખુબ મોટો ફાયદા કરાવી શકે છે ઘરમાં સાવરણીને માન સન્માન આપવામાં આવે નહીં તો તેની અસર આપણા જીવન ઉપર પડે છે એટલા માટે જીવનમાં સાવરણીનું અપમાન કરવું જોઈએ નહીં સાવરણીથી જોડાયેલી ખાસ વાતોનું ધ્યાન રાખવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે સાવરણીના ઉપયોગ દ્વારા તમે માલા માલ પણ બની શકો છો
સાવરણીને કોઈ દિવસ ખુલ્લા સ્થાન ઉપર મુકવી જોઈએ નહીં સાવરણીને ખુલ્લા સ્થાન ઉપર મુકવી અપશુકન માનવામાં આવે છે સાવરણીને સ્વચ્છ અને પવિત્ર જગ્યાએ મુકવી જોઈએ સાવરણી ઉપર બહારના વ્યક્તિની નઝર પડે નહીં તેવી જગ્યાએ મુકવી જોઈએ રસોડામાં કોઈ દિવસ સાવરણી મુકવી જોઈએ નહીં એવું માનવામાં આવે છે કે રસોડામાં સાવરણી મુકવાથી ઘરમાં માંથી અનાજ સમાપ્ત થઇ જાય છે તેમજ તેની ખરાબ અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પણ પડી શકે છે
રાત્રે સાવરણીને ઘરના દરવાજાની સામે મુકવાથી ઘરમાં નકારત્મક ઉર્જા આવી શક્તિ નથી ઘરમાં કોઈ દુષ્ટ તાકાત આવી શક્તિ નથી તેમજ તમારો પરિવાર ખુશ રહે છે સૂર્યાસ્ત પછી કોઈ દિવસ કચરો વારવો જોઈએ નહીં સૂર્યાસ્ત પછી કચરો વારવો અપશુકન માનવામાં આવે છે
સાવરણીને એવી જગ્યાએ રાખવી જોઈએ જ્યાં કોઈ વ્યક્તિનો પગ અડે નહીં સાવરણી ઉપર પગ મુકવાથી માતા લક્ષ્મી ગુસ્સે થાય છે સાવરણીનું અપમાન કરવું જોઈએ નહીં તેમજ તેને બીજા વ્યક્તિને વાપરવા માટે આપવી જોઈએ નહીં સાવરણીની ખરીદી શનિવારના દિવસે કરવી શુભ માનવામાં આવે છે