ભારતીય સ્ટેટ બેંકની અમુક સર્વિસ શનિવાર 4 સપ્ટેમ્બરના રોજ 3 કલાક માટે બંધ રહેશે. આ દરમિયાન ગ્રાહક કોઈપણ રીતના ટ્રાન્ઝક્શન કરી શકશે નહીં. SBIની ઈન્ટરનેટ બેન્કિંગથી જોડાયેલી ઘણી સર્વિસ શનિવારે રાતે સાડા 10 વાગ્યાથી મોડી રાત દોઢ વાગ્યા સુધી બંધ રહેશે. લગભગ 3 કલાક સર્વિસ બંધ રહેશે.
SBIની આ સર્વિસમાં Yono, Yono Lite, Yono Business, IMPS અને UPI સામેલ છે. આ કારણે ગ્રાહક આ દરમિયાન કોઇપણ પ્રકારના ટ્રાન્ઝક્શન કરી શકશે નહીં.
SBIએ ટ્વીટ કરી જાણકારી આપી છે કે આ સર્વિસના બંધ રહેવાનું કારણ મેંટિનેંસનું કામ છે. આ પહેલા 17 જૂને પણ મેંટિનેંસના કામને લીધે SBIની Yono સર્વિસ લગભગ 2 કલાક સુધી બંધ રહી હતી.
દેશની સૌથી મોટી બેંક SBIની ઈન્ટરનેટ સર્વિસનો ઉપયોગ 8.5 કરોડ અને મોબાઇલ બેન્કિંગનો ઉપયોગ 1.9 કરોડ લોકો કરે છે. તો Yono પર રજિસ્ટર્ડ ગ્રાહકોની સંખ્યા 3.45 કરોડ છે. જેના પર રોજ લગભગ 90 લાખ લોકો લોગિન કરે છે.
SBIનો આઝાદી અમૃત મહોત્સવ
આની વચ્ચે SBI દેશની સ્વતંત્રતાના 75માં વર્ષની ઉજવણી માટે પોતાના ગ્રાહકો માટે ઘણી ઓફર્સ રજૂ કરી છે. આ આઝાદીના અમૃત મહોત્સવનો ભાગ છે. જેમાં બેંક કાર લોન પર ગ્રાહકોને પ્રોસેસિંગ ફીર પર સંપૂર્ણ છૂટ આપી રહી છે. આ ઉપરાંત તેણે પોતાના ગ્રાહકો માટે પ્લેટિનમ ટર્મ ડિપોઝિટ જેવી ઘણી સ્કીમ રજૂ કરી છે.
SBIએ કહ્યું કે, અમે અમારા ગ્રાહકોને આગ્રહ કરીએ છીએ કે તેઓ અમારી સાથે રહે. કારણ કે અમે સારા બેન્કિંગ અનુભવ પ્રદાન કરવાનો પ્રયાસ કરતા રહીએ છીએ. આ પહેલા 6 ઓગસ્ટ, 16 જુલાઇ, 16 જૂન અને 13 જૂને પણ SBIની ઘણી સેવાઓ પ્રભાવિત થઇ હતી. મે મહિનામાં પણ મેંટિનેંસનાં કામ માટે Yono, Yono Lite, Yono Business, IMPS અને UPI જેવી ડિજિટલ બેન્કિંગ સેવાઓ પ્રભાવિત થઇ હતી. દેશની સૌથી મોટી બેંકની 22000થી વધારે બ્રાન્ચ છે અને 57889 ATM છે. 31 ડિસેમ્બર 2020ની સ્થિતિ અનુસાર ઈન્ટરનેટ બેન્કિંગ અને મોબાઇલ બેન્કિંગ ઉપયોગ કરનારા ગ્રાહકોની સંખ્યા ક્રમશઃ 8.5 કરોડ અને 1.9 કરોડ છે. તો બેંકના UPI નો ઉપયોગ કરનારા ગ્રાહકોની સંખ્યા 13.5 કરોડ છે.