જન્માષ્ટમી પછી રાજ્યમાં અનેક વિસ્તારોમાં મેઘરાજાએ પધરામણી કરી છે જેનાથી ખેતી સાથે જોડાયેલા લોકો અને સામાન્ય જનતાની હાશકારો અનુભવાય છે. છેલ્લા બે મહિનાથી ખેડૂત મિત્રો કાગડોરે વરસાદની રાહ જોઈ રહ્યા હતા. છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસાદના આગમન થતા દરેક લોકોને આતુરતાનો અંત આવ્યો છે. છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદના કારણે ખેતીને નવજીવન મળ્યું હોય તેવું લાગી રહ્યું છે નહીંતર આ વર્ષે દુકાળની પરિસ્થિતિ ઊભી થાય તેવું લાગતું હતું.
સમગ્ર રાજ્યના મોટાભાગના ડેમ તળિયાઝાટક છે. જો વરસાદ ન પડે તો ખેડૂતોની હાલત દયનીય બની શકે છે. પરંતુ ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા સારા સમાચાર આવી રહ્યા છે જેથી ખેડૂત વર્ગમાં એક ખુશીનું વાતાવરણ ઊભું થયું છે.
જાણો કયા કયા વિસ્તારમાં પડી શકે છે વધુ વરસાદ. હવામાન વિભાગ દ્વારા જોવા જઈએ તો સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતમાંથી શકે છે. દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ અને નવસારીમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.
તે સિવાય મધ્ય ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ ની આગાહી કરવામાં આવી છે. અમુક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે તો અમુક વિસ્તારોમાં છુટા છવાયા ઝાપટા પડવાની સંભાવના સેવાઈ રહી છે. બંગાળની ખાડીમાં સક્રિય થયેલ લો પ્રેસર પાંચ તારીખ સુધી ગુજરાત પર અસર કરશે. પછી બે દિવસના વિરામ બાદ 7 તારીખે ફરીથી લો પ્રેસર સક્રિય થવાના ચાન્સ છે.