શનિવારના દિવસે હનુમાનજીના આ મંત્રનો જાપ કરવાથી દુનિયાની કોઈ તાકાત તમને આગળ વધવાથી રોકી શકે નહીં

Astrology

આપણા દેશમાં હનુમાનજીના હજારો મંદિરો આવેલા છે આ મંદિરમાં શનિવાર અને મંગળવારના દિવસે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો હનુમાનજીની પૂજા અર્ચના કરવા માટે આવતા હોય છે શનિવારનો દિવસ હનુમાનજીને સમર્પિત હોય છે શનિવારના દિવસે હનુમાનજીની પૂજા કરવાથી હનુમાન દાદા ના આશીર્વાદ પ્રાપ્ત થતા હોય છે

ઘણા લોકોનું જીવન ખૂબ તકલીફોથી ઘેરાયેલું હોય છે તેમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો ના મળતો હોય ત્યારે શનિવારના દિવસે હનુમાનજીના આ ચમત્કારિક મંત્ર નો જાપ કરવાથી તકલીફો માંથી બહાર નીકળવાનો રસ્તો હનુમાનજી બતાવશે તેમજ દુનિયાની કોઈ તાકાત તમને જીવનમાં આગળ વધવાથી રોકી શકશે નહીં

હનુમાનજી હિન્દુઓના દેવતા છે શનિવાર કે મંગળવારના દિવસે હનુમાનજીની વિધિ-વિધાન દ્વારા પૂજા કરવામાં આવે તો હનુમાનજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે જે લોકોને હનુમાનજી ના આશીર્વાદ પ્રાપ્ત થાય તેવા લોકો પર કોઈ દિવસ સંકટ આવતું નથી આજે હું તમને હનુમાનજીના ચમત્કારિક મંત્ર વિશે બતાવીશ જેનો જાપ કરવાથી હનુમાન દાદા અવશ્ય પ્રસન્ન થશે

ૐ રામદૂતાય નમઃ !!

શનિવારના દિવસે હનુમાનજીની પૂજા કરતા સમયે આ મંત્રનો જાપ ૨૧ વખત કરવાથી હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે તેમજ પૂજા સમયે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ શનિવારના દિવસે હનુમાન મંદિરમાં જઇને આ પવિત્ર મંત્રનો જાપ કરવું જોઈએ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *