શમિતા શેટ્ટી પર ગુસ્સે થયો સલમાન ખાન, બોલ્યો- મને વાત કરવાનો શોખ નથી

Bollywood

Bigg Boss ૧૫ ના અપકમિંગ વિકેન્ડ વારમાં ફિલ્મ સૂર્યવંશીની ટીમ સેટ પર આવીને ધમાલ મચાવશે. દિવાળી સેલિબ્રેશનના અવસર પર શૉમાં જબરદસ્ત એન્ટરટેનમેન્ટ જોવા મળશે. તો સલમાન ખાન ઘરવાળાની ક્લાસ પણ લગાવતો જોઈ શકાય છે. શૉનો પ્રોમો સામે આવ્યો છે જેમાં સલમાન ખાને શમિતા શેટ્ટીની ક્લાસ લીધી. તેજસ્વી, પ્રકાશ પર પણ કટાક્ષ કર્યો. પ્રોમોમાં શમિતા શેટ્ટીએ સલમાન ખાનની વાતોથી અસહમતી દર્શાવી. શમિતા શેટ્ટી ઊંચા ટૉનમાં સલમાન ખાન સાથે વાત કરતા નજરે પડી.

આ વાત સલમાન ખાનને જરાય પણ સારી ન લાગી. વીડિયોમાં તેજસ્વી અને શમિતા શેટ્ટી પર કટાક્ષ કરતા સલમાન ખાને કહ્યું કે તું તો ઘરની રાણી છે. આમ તો બીજી એક રાની છે ઘરમાં. શમિતા શેટ્ટી. શીશમહેલની રાણી. આ આપણા ઘરની બે રાણીઓ છે. જવાબમાં શમિતા શેટ્ટી કહે છે તો હું શું કરું, મેં એવી રીતે જ જન્મ લીધો છે. તમને જણાવી દઉં હું ઘરમાં વધારે કામ કરું છું. એ અફસોસજનક છે. આ વાતો શમિતા શેટ્ટી સલમાન ખાનને રુડ ટૉનમાં કહે છે.

આ દરમિયાન જાણકારી મળી ગઈ છે કે આ વખત ઘરથી કોણ બહાર થશે. કલર્સે પણ કેટલાક પ્રોમોમાં આ વાતને દેખાડવામાં આવ્યું હતું કે દિવાળીના ખાસ અવસર પર પણ એલિમિનેશન હશે. સલમાન ખાન પણ વીડિયોમાં તેનો ઉલ્લેખ કરતો નજરે પડ્યો હતો. શૉની કન્ટેસટેન્ટસ અકાસા સિંહની સફર ખતમ થઈ જશે અને તેને આ વખત શૉથી બેઘર થવું પડશે. કલર્સે એક પ્રોમો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ પ્રોમોમાં વધુ એક એલિમિનેશનનો ઉલ્લેખ છે તો બીજી તરફ સલમાન ખાન એક વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી પણ કરાવે છે.

તેની સાથે જ સલમાન ખાન કહે છે કે આપણે તેને છોડવાનો નથી છેડવાનો છે. સલમાન ખાન દર અઠવાડિયે આવીને Bigg Boss કંટેસ્ટેન્ટસને આઈનો દેખાડે છે. આ વખત સલમાન ખાન પ્રતિક સહજપાલની ક્લાસ પણ લઈ શકે છે. પ્રતિકના કારણે ગત દિવસોમાં જ કેપ્ટન્સી ટાસ્ક રદ્દ થયો છે. આ પહેલા પણ સલમાન ખાનનો ગુસ્સો પ્રતિક પર નીકળી ચૂક્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *