શંકરસિંહ વાઘેલા કરી શકે છે ગમે ત્યારે જાહેરાત, કોંગ્રેસ મા પાછા જોડાવવાની લાગે છે પુરે પુરી શક્યતા, તમને શું લાગે કૉમેન્ટ મા જણાવો

Politics

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂરજોશમાં ચાલી રહી છે. આવી સ્થિતિમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી રાજકારણમાં સક્રિય થયા છે. અગાઉ શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં જોડાવાના સંકેત આપ્યા હતા. પરંતુ ત્યારબાદ મામલો થાળે પડ્યો હતો.

દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આવતીકાલે અમદાવાદમાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા સાથે પ્રેસ કોન્ફરન્સ કરશે. જેના કારણે શંકરસિંહ ફરી કોંગ્રેસમાં જોડાવાની અટકળોએ જોર પકડ્યું છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસમાં પુનઃ પ્રવેશને લઈને મોટી જાહેરાત થઈ શકે છે.

આ પહેલા શંકરસિંહ વાઘેલાએ ગાંધીનગરમાં પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં શંકરસિંહ વાઘેલા કોંગ્રેસ સાથે હાથ મિલાવશે તેવી ચર્ચા હતી, પરંતુ ગુજરાત કોંગ્રેસે નશાબંધી હટાવવાની ખાતરી આપી તો કોંગ્રેસમાં જોડાવાની પણ વાત થઈ હતી. અગાઉ એવું પણ કહેવાતું હતું કે શંકરસિંહ વાઘેલા તેમની નવી પાર્ટી ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી’ના નેજા હેઠળ આ વર્ષના અંતમાં યોજાનારી ચૂંટણી લડશે.

જે બાદ મંગળવારે શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા સાથે પત્રકાર પરિષદ યોજી હતી, જેને લઈને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે.
ઘણી ચર્ચાઓ થઈ શંકરસિંહ વાઘેલા 2017માં કોંગ્રેસથી અલગ થયા હતા. તેઓ તેમની જનશક્તિ પાર્ટી વતી ચૂંટણી લડશે તેવી જાહેરાત કર્યા પછી, તેમણે અપક્ષ ઉમેદવારોને ટેકો આપીને મત મેળવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો.

વિધાનસભાની ચૂંટણી નજીક હોવાથી પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ એકથી વધુ વખત કોંગ્રેસમાં જોડાવાના સંકેત આપ્યા છે ત્યારે આ પત્રકાર પરિષદમાં કયા મુદ્દાઓ પર ચર્ચા થશે અને કોઈ મોટી જાહેરાત થશે કે કેમ? આ અંગે બેઠકના જાણકારો બેઠા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *