હિન્દૂ ધર્મમાં દરેક દિવસ કોઈકના કોઈક દેવી દેવતાને સમર્પિત હોય છે. તેવા ખાસ દિવસે તેમની પૂજા અર્ચના કરવાથી અને તેમની ભક્તિ કરવાથી ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે અને તેમની કૃપા વરસતી રહે છે. શનિવારના દિવસે શનિદેવની પૂજા થતી હોય છે. ઘણી એવી પણ માન્યતાઓ પણ છે કે તે દિવસે ભક્તિ કરવાથી વ્યક્તિના દુઃખ દર્દ હોય તે દૂર થઇ જાય છે.
કહેવાય છે કે શનિવારે જ નહીં પણ નિયમિત રૂપે શનિદેવની પૂજા અર્ચના કરવાથી વ્યક્તિનું જીવન પ્રગતિના માર્ગ પર દોડે છે. શનિદેવ સારું કાર્ય કરનારને સારું ફળ આપે છે અને ખોટું કરનારને પણ સાચો માર્ગ બતાવતા હોય છે. એટલે તો તેમને સૌ દિલથી મને છે અને કહેવાય છે કે તેઓ ન્યાયના દેવતા છે. તમે શનિદેવની કૃપા મેળવવા માંગતા હોય તો આ મંત્રોનો જાપ કરો.
શનિ મહામંત્ર
ॐ निलान्जन समाभासं रविपुत्रं यमाग्रजम।
छायामार्तंड संभूतं तं नमामि शनैश्चरम॥
સ્વાસ્થ્ય માટે શનિ મંત્ર
ध्वजिनी धामिनी चैव कंकाली कलहप्रिहा।
कंकटी कलही चाउथ तुरंगी महिषी अजा।।
शनैर्नामानि पत्नीनामेतानि संजपन् पुमान्।
दुःखानि नाश्येन्नित्यं सौभाग्यमेधते सुखमं।।
શનિદેવની કૃપા મેરવવા માટે નિયમિત પણે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ. જયારે તમે શનિ દેવની કૃપા કરતા હોવ ત્યારે સાચા મનથી અને સાફ દિલથી કરવી જોઈએ.