જ્યોતિષ અનુસાર કુંડળીમાં શનિ દોષ લાગવાથી તમારું આખું જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે જીવનમાં મુશ્કેલીઓ વ્યક્તિના કર્મ અનુસાર આવતી હોય છે સારા કામ કરવા વાળા લોકોને શુભ ફળ પ્રાપ્ત થાય છે જ્યારે ખરાબ કાર્ય કરવા વાળા લોકોને દંડ કે સજા મળતી હોય છે
શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત હોય છે આ દિવસે શનિદેવની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે એવું કહેવામાં આવે છે કે જે ભક્ત સાચા મનથી શનિવારના દિવસે શનિદેવની વિધાન દ્વારા પૂજા અર્ચના કરે તો તેની દરેક મનોકામનાઓ પૂર્ણ થતી હોય છે શનિદેવ ભગવાન શ્રીકૃષ્ણના ખૂબ મોટા ભક્ત હતા એટલે ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવાથી પણ કુંડળી માંથી શનિ દોષ ઓછો થાય છે
જ્યોતિષ અનુસાર કુંડળીમાં શનિ ગ્રહનો અશુભ પ્રભાવ પડવાથી વ્યક્તિના જીવનમાં ખૂબ મોટી મુશ્કેલીઓ આવતી હોય છે શનિદેવને ન્યાયના દેવતા પણ માનવામાં આવે છે શનિદેવની કૃપા મેળવવા માટે શનિવારના દિવસે શનિદેવની પૂજા આરતી કરવી જોઈએ શનિદેવની આરતી કરવાથી તમારા ધારેલા બધા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે
શનિવારના દિવસે સૂર્યાસ્ત પછી પીપળાના ઝાડ નીચે તેલનો દીવો કરવો જોઈએ પીપળાના ઝાડ નીચે દીવો કરવાથી તમારા ઘરમાં હંમેશા માટે સુખ-સમૃદ્ધિ બની રહેશે