આજકાલ વ્યસ્ત જિંદગીમાં બધા શરદી અને ખાંસી પરેશાન રહેતા હોય છે. હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. હાલમાં શિયાળા નીસીજન શરુ થઇ ગઈ છે. ત્યારે બધા શરદી, ખાંસી અને તાવથી બધા પરેશાન રહેતા હોય છે. આજે તમને એવા નુસખા બતાવ જઈ રહ્યા છીએ જેનાથી તમને ચોક્કસ ફાયદો થશે.
૧. ગરમ પાણીમાં થોડું મીઠું નાખી પાણી ના કોગળા કરો, આમ કરવાથી તમારા ગળા ને રાહત મળશે.
૨. કોફી અને ચા જેવું ગરમ પીણું પિતા રહો.
૩. અજમો થોડો ગરમ કરી, પાતળા કપડામાં પોટલી બનાવી થોડી થોડી વાર સૂંઘવાથી શરદી ઓછી થાય છે અને છીંક પણ ઓછી થાય છે.
૪. ૧ ચમચી ડુંગળીનો રસ યોગ્ય માત્રામાં મધની સાથે ભેળવીને દિવસમાં ત્રણ વાર લો.
૫. હળદર અને સૂંઠના ચૂર્ણનો લેપ બનાવીને કપાળ પર લગાવો.
૬. કાળા મરી બાળીને તેના ધુમાડાનો નાસ લેવાથી બંધ નાક ખુલી જાય છે.
૭. ગળાની ખારાશ અને કફને કાઢવા માટે કાળી મરીની ચા પીવો.