શર્લિન ચોપરાએ રાજ કુન્દ્રા સાથેનો શેર કર્યો ફોટો, બે વર્ષ પહેલા શૂટ કર્યું હતું

Latest News

પોર્નોગ્રાફી કેસ માં અત્યાર સુધી ઘણા લોકોના નામ સામે આવી ચુક્યા છે. શિલ્પા શેટ્ટી ના પતિ રાજ પછી કેસ સાથે જોડાયેલી ઘણી ચર્ચિત હસ્તીઓના નામ પણ સામે આવ્યા છે. જેમાં શર્લિન ચોપરા નું પણ નામ શામેલ છે. ગયા શુક્રવારે ક્રાઇમ બાન્ચે શર્લિન સાથે ૮ કલાક સુધી પુછપરછ કરી જેમાં તેને ઘણા બધા સ્ટેટમેન્ટ આપ્યા છે. હવે શર્લિને પોતાના નામ પર બનેલા એપ માટે કરેલા શૂટ ના પહેલો ફોટો શેર કર્યો છે. તેને ટ્વીટ કર્યું કે ૨૯માર્ચ , ૨૦૧૯ નો દિવસ હતો. મારા માટે એક તદ્દન નવો અનુભવ હતો. કારણ કે આ પહેલા હું ક્યારેય કોઈ એપ સાથે જોડાઈ ન હતી. આશા અને જોશ નો માહોલ હતો. બે વર્ષ પહેલા શૂટ થયેલા ફોટામાં શર્લિન બિકીની ટોપ અને શોર્ટ્સ પ્હેરીલી જોવા મળે છે. આ કેસ માં નામ સામે આવ્યા પછી તે રાજ કુન્દ્રા વિરુદ્ધ બોલવામાં સંકોચાઈ રહી નથી.


તેણે ક્રાઈમ બ્રાન્ચને આપેલા સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે- રાજ કુંદ્રા મારા મેન્ટર હતા. તેમણે મને એ કહીને શૂટમાં ગુમરાહ કરી કે જે પણ આપણે શૂટ કરી રહ્યા છીએતે ગ્લેમર છે. તેમણે એ પણ કહ્યું હતું કે શિલ્પા શેટ્ટીને મારા વીડિયો અને ફોટોઝ પસંદ આવ્યા છે. તો રાજ કુંદ્રાએ મને વિશ્વાસ અપાવ્યો કે ન્યૂડ અને પોર્ન સામાન્ય વાત છે. આ બધા કરે છે અને હું પણ એ જ કરી રહી છું. શર્લિને આજતક સાથે વાત કરતા કહ્યું કે- જ્યારે હું રાજને મળી તો મને લાગ્યું કે મારી લાઈફ બદલાઈ જશે અને મને મોટો બ્રેક મળશે. મેં ક્યારેય નહોંતુ વિચાર્યું કે શિલ્પા શેટ્ટીનો પતિ મારી પાસેથી આવા ખોટા કામો કરાવશે.
મેં આર્મ્સપ્રાઈમની સાથે એગ્રીમેન્ટ સાઈન કર્યો હતો અને પછી વીડિયો બનાવવા લાગી હતી.

ગ્લેમરસ વીડિયોથી શરૂ કર્યા પછી મેં બોલ્ડ વીડિયો કર્યા, પછી આગળ જઈને તે સેમી ન્યૂડ થઈ ગયા અને અંતમાં મેં સંપૂર્ણ ન્યૂડ વીડિયો બનાવ્યા છે. મને હંમેશા એવું કહેવામાં આવતું હતું કે તેમાં કંઈ જ ખોટું નથી, આ બધા કરે છે. જોકે શર્લિન પોતાના સ્ટેટમેન્ટમાં અંતમાં ફેરવાઈ જાય છે. તેણે કહ્યું કે- હું રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટીના વિરુદ્ધ નથી. હું પોર્નોગ્રાફીના રેકેટ ચલાવનાર વિરુદ્ધ છું. જો તમે કોન્ટ્રાક્ટ કરીને મહિલાઓ પાસે બોલ્ડ સીન્સ કરાવો છો તેમને જણાવો કે અમે પોર્ન વીડિયો બનાવી રહ્યા છીએ.


શર્લિન રાજ કુંદ્રા વિરુદ્ધ યૌન શોષણની ફરિયાદ પણ કરાવી હતી, જેને પછીથી તેણે પાછી ખેંચી લીધી હતી. તે અંગે શર્લિને કહ્યું કે- મને કેસ પાછો ખેંચવા માટે કહેવામાં આવ્યું હતું. તેઓ મારું કરિયર ખરાબ કરી દેશે. તે સમયે હું એકલી હતી આથી મેં ના છૂટકે કેસ પાછો ખેંચી લીધો હતો. હવે મને સમજ આવે છે કે હું ખોટી હતી. બંદૂકના ડરથી નથી કરાવામાં આવ્યું પરંતુ ગુમરાહ જરૂર કરવામાં આવી છે. ભારત બહારની કેટલીક કંપનીઓને એપ્સ માટે અશ્લીલ કન્ટેન્ટ આપવાનો આ કોન્ટ્રાક્ટ હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *