હિન્દૂ ધર્મમાં મંદિરનું મહત્વ પ્રાચીન કાળ થી ચાલતું આવ્યું છે ભારત એક ધાર્મિક છે ભારતમાં ભગવાન ઉપર શ્રદ્ધા રાખવાળા લોકો ભારતના દરેક ખૂણા માં મળી આવશે આજે ભારતમાં લાખો મંદિરો આવેલા છે આ દરેક મંદિરમાં લાખો ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે આવતા હોય છે ભારતના દરેક મંદિરમાં અલગ અલગ દેવી દેવતાને પૂજવામાં આવતા હોય છે દરેક મંદિર ખુબ ખ્યાતનામ હોય છે આ મંદિરમાં થતા ચમત્કાર જોઈને બધા લોકો ચોંકી ઉઠે છે ભારતમાં આવેલા મંદિર રહસ્યો થી ઘેરાયેલા છે આ રહસ્યો આજ દિવસ સુધી વણઉકેલ્યા છે આજે હું તમને એક એવા મહાદેવના મંદિર વિષે બતાવીશ જેના ચમત્કાર જોઈને તમને વિશ્વાસ નહીં થાય પણ આ એક સાચી હકીકત છે
આ શિવજીનું ચમત્કારી મંદિર દેવ ભૂમિના નામે ઓરખાતા ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂન થી થોડા કિલોમીટરના અંતરે આવેલા લાખામંડલ નામની જગ્યાએ આવેલું છે એક માન્યતા અનુસાર મહાભારતના સમયે દુર્યોધનને પાંડવોને સરળગાવીને મારવા માટે આ જગ્યાએ લાક્ષાગૃહ બનવ્યો હતો પાંડવો જયારે અજ્ઞાતવાસના સમયે યુધિષ્ઠિરે શિવલિંગની સ્થાપના કરી હતી તે શિવલિંગ આજે પણ ત્યાં જોવા મળી શકે છે લાખામંડલ શિવ મંદિરમાં આવેલા શિવલિંગ ને મહામુંડેશ્વર નામથી પણ ઓરખવામાં આવે છે આ એક અદભુત ચમત્કારી મંદિર છે
મંદિરમાં બે દ્વાર પાલ પશ્ચિમ દિશા તરફ ઊભાં છે એવું માનવામાં આવે છે કોઈ મૃત વ્યક્તિના શરીને મંદિરમાં લાવીને તેના ઉપર પૂજારી દ્વારા મંત્ર જાપ વારુ પાણી છાંટવા થી તે મૃત વ્યક્તિના શરીરમાં ફરીથી આત્મા પ્રવેશ કરે છે અહીં લાવેલા મૃત વ્યક્તિ થોડી ક્ષણો માટે ફરીથી જીવતો થાય છે
આ મંદિરમાં જો કોઈ સ્ત્રી નિઃસંતાન હોય અને લાખામંડલ શિવ મંદિરમાં આવીને શિવલિંગની સામે આવીને સંતાન માટે પ્રાર્થના કરે તો તેના ઘરે ટૂંક સમયમાં પારણું બંધાય છે લાખામંડલ મંદિરમાં આવેલા શિવલિંગ ઉપર જળ નો અભિષેક કરવામાં આવે તો શિવલિંગમાં તમારો ફોટો દેખાય છે મંદિરમાં આવેલા દરેક ભક્તની મનોકામના મહાદેવ અવશ્ય પૂર્ણ કરે છે