શિયાળાની ઋતુ આવે એટલે લીલા પાંદડાવાળી શાકભાજી વિશેષ પ્રમાણમાં જોવા મળતી હોય છે. પરંતુ અત્યારે તો દરેક શાકભાજી દરેક ઋતુમાં મળી રહે છે. લીલી શાકભાજીમાં પાલકને ખાસ કરીને વધુ ખાવામાં આવતી હોય છે. પાલકને આપણે કાચી ખાઈ શકીએ છીએ, શાક બનાવીને ખાઈ શકીએ છીએ, સલાડમાં ઉપયોગમાં લઇ શકીએ છીએ અને સૂપ બનાવીને પણ પી શકીએ છીએ.
પાલકમાં રહેલ વિટામિન એ, વિટામિન સી, વિટામિન કે, મેગ્નેશિમ, મેંગેનીઝ અને આર્યન પૂરતી માત્રામાં હોય છે. આંખોનું તેજ વધારવા માટે, તનાવ દૂર કરવા માટે અને બ્લડપ્રેસર ને યોગ્ય રાખવા માટે પાલક ખાવું ફાયદાકારક રહે છે. જાણો પાલક ખાવાથી સ્વાસ્થ્યને થતા ફાયદા વિષે.
હાડકા મજબૂત કરે- કેલ્શિયમથી હાડકા મજબૂત થાય છે તે તો તમે જાણતા જ હસો. દૂધ સિવાય પાલકમાં પણ કેલ્શિયમ પૂરતી માત્રામાં હોય છે. જેથી પાલક ખાવાથી હાડકા મજબૂત થાય છે.
આંખોનું તેજ વધે છે- વિટામિન એ આંખોનું તેજ વધારવા માટે ફાયદાકારક છે. ગાજર સિવાય પાલકમાં પણ પૂરતી માત્રામાં વિટામિન એ ઉપલબ્ધ હોય છે. પાલક ખાવાથી આંખોનું તેજ વધે છે.
ઇમ્મુનિટી મજબૂત બને છે- પાલક એક એવી વસ્તુ છે કે તેમાં પૂરતી માત્રામાં એન્ટી ઓક્સિડેટસ હોય છે.પાલક ખાવાથી શરીરમાં સંક્રમણનું જોખમ ઓછું થઇ જાય છે જેથી આપણે જલ્દી બીમાર નથી પડતા.
શક્તિ આપે છે- પાલકમાં યોગ્ય માત્રામાં મેગ્નેશિયમ નામનું પોષકતત્વ રહેલું છે. મેગ્નેશિયમ શરીરને નવી ઉર્જા આપે છે. જે લોકો થોડું કામ કરીને થાકી જાય છે તેમના માટે પાલક ખુબ ફાયદાકારક છે. પાલકથી વારંવાર થાક લાગવાની સમશ્યા દૂર થાય છે.
લોહીને જારવી રાખે- જે લોકોને એનિમિયા હોય છે તેમને પાલક ખાવો હિતાવત છે. કારણ કે તેમાં પૂરતા પ્રમાણમાં આયરન હોય છે. માટે જેમને લોહીની કમી હોય છે તેમને પાલકનું સેવન કરવું હિતાવત છે.
વજન ઓછું કરવા માટે- પાલકમાં ફેટ અને કેલરી બહુ ઓછો હોય છે. જોડે જોડે તેમાં પૂરતી માત્રામાં ફાઈબર પણ હોય છે. માટે વજન ઓછું કરવા માટે ફાઈબર મહત્વનો ભાગ ભજવે છે. એટલા માટે જ પાલકનું સેવન ખુબ ફાયદાકારક છે.