શિયાળાની ઋતુમાં ગળામાં થતી સમસ્યા અને ઇન્ફેક્શન માટે અજમાવી જુઓ આ ઘરથ્થુ ઉપાય, બહુ જલ્દી મળશે રાહત

TIPS

ઠંડીની ઋતુમાં ઘણા વાયરસ સક્રિય થઈ જતાં હોય છે. ઠંડી ઋતુ આવે એટલે બીમારીઓ અને પરેશાનીઓ આવતી હોય છે. આપણે સૌથી વધુ સતર્ક રહેવાની જરૂર ત્યારે છે જ્યારે ઋતુમાં બદલાવ થઈ રહ્યો હોય. તે સમયે શરદી ઉધરસ કે ગળામાં તકલીફ સામાન્ય વાત છે પણ આ સામાન્ય લાગતી બીમારીને નજરઅંદાજ કરવાથી કોઈ વાર તકલીફ વધી પણ શકે છે. તેવામાં તમે શરદી ઉધરસ કે ગળામાં થતી તકલીફથી રાહત મેળવવા ઘરેલુ ઉપાય કરી શકો છો. જાણો તેવા ઘરઘથ્થુ ઉપાયો વિશે.

મીઠાનું પાણી:- ગળામાં તકલીફ હોય ત્યારે મીઠાના પાણીના કોગળા કરવાથી દુખાવામાં ધણી રાહત મળે છે. મીઠા વાળા પાણીના કોગરા કરવાથી ગળામાં રહેલી લાળ ને ઓબ્ઝર્વ કરી નીકળી દે છે અને ગળાને રાહત આપે છે. આ આસાન લાગતો ઉપાય ઘણો ફાયદાકારક છે.

ખાવાના સોડા:- ગળામાં થતી સમસ્યાને દૂર કરવા માટે તમે મીઠા ની જગ્યાએ ખાવાના સોડા નો પણ ઉપયોગ કરી શકો છો. ખાવાના સોડા ગળામાં ઈન્ફેક્શનને દૂર કરવા માટે ખૂબ મદદરૂપ થાય છે. હૂંફાળા પાણીમાં બેકિંગ સોડા ઉમેરીને તમે કોગળા કરી શકો છો.

મેથી:- મેથીને ગળાની ખારાશ માટે એક સારો ઉપાય માનવામાં આવે છે. મેથીમાં microbial પ્રોપર્ટી હોય છે, જેનાથી ગળાને આરામ આપે છે અને તેના સેવનથી ગળાનો સોજો હોય તેમાં આરામ મળે છે. 1 ચમચી મેથી ને એક કપ પાણીમાં સારી રીતે ઉકારી લેવાનું પછી તે પાણીને ઉપયોગમાં લેવાનું.

લસણ:- સવારે ખાલી પેટે લસણની કરીઓ ચાવવી ફાયદાકારક માનવામાં આવે છે. તે ગળામાં રહેલ ખારાશ માટે ખૂબ ઉપયોગી છે. લસણ ગળામાં રહેલ ખારાશ અને ઇન્ફેક્શન સામે લડવામાં મદદરૂપ થાય છે અને તેના બીજા ઘણા ફાયદાઓ પણ છે.

હળદળ:- હળદરને સંક્રમણ ઓછું કરવામાં સૌથી અસરકારક પાકૃતિક ઔષધિ માનવામાં આવે છે. હળદરના ઉપાયથી તમે તમારા ઘરમાં થતી તકલીફ ને આસાનીથી દૂર કરી શકો છો. તેના માટે ૧ કપ પાણીમાં એક ચમચી હળદર અને એક ચમચી મીઠું મિલાવીને તેનું સેવન કરવું.

આદુ:- આદુમાં પણ ઘણા ગુણ હોય છે. મોટાભાગે આદુ નો ઉપયોગ ચા બનાવવામાં અને રસોડામાં થાય છે. તે સિવાય પણ આદુ ઘણું ઉપયોગી છે આદુના નાના-નાના ટુકડા કરીને તેને મોઢામાં રાખવાના અને તેને ચૂસવાના. તેનાથી ગળામાં રાહત મળે છે.

જ્યારે ગળાની તકલીફ હોય ત્યારે મોટાભાગે ઠંડા પદાર્થો અને ભારે મસાલેદાર ખોરાકથી દૂર રહેવું જરૂરી છે. જો વધુ પરેશાની હોય તો ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *