વર્ષો પછી દાન સિવાય પાંજરાપોળ ની પોતાની આવક ઉભી કરતા પાંજરાપોળ ના સંચાલકો માં ખુશી જોવા મળી હતી.
પંચમહાલ જિલ્લાના આદિવાસી વિસ્તાર એવા ઘોઘંબા ના બાકરોલ ગામે રહેતા સોમાભાઈ બારીઆ અને રમણભાઈ રાઠવા કે જેઓ પાછલા બાર વર્ષ થી પોતાની જમીન માં શ્રી રામ ગૌસેવા પાંજરાપોળ ચલાવી આ વિસ્તાર માંથી વેતર પુરા થઈ ગયા હોય બીમાર હોય તેવી ગાયો કે જે કતલ ખાને પહોંચતી હતી તેવા ગૌ ધન ને તેઓ ગામડે ગામડે ફરી એકત્ર કરી પોતાના પાંજરાપોળ માં લાવી ગૌસેવા કરવાનું ભગીરથ કાર્ય આરંભ્યું હતું. આજે આ પાંજરા પોળ માં ૧૮૫ નાની મોટી ગાયો છે.
બાર વર્ષ ની ગૌસેવા માં સોમાભાઈ એ ગાયો માટે પોતાની ઘર જમીન જાગીર ગીરો મુકવવી પડી હતી છતાં તેઓ ની ગૌસેવા ની લગન જોઈ આસપાસ ના અનેક લોકો તેઓને મદદ મળતી રહેતી હતી છતાં ધીમે ધીમે ગૌ ધન મોટી સંખ્યા માં થઈ જતા એઓ માટે ઘાસ ચારા ની વ્યવસ્થા માટે બે પાંચ રૂપિયા ની આર્થિક સહાય લોકો પાસે થી એકત્રિત કરવાની ફરજ પડી હતી. પાંજરાપોળ જીવ આવતા તેઓ સોમાભાઈ અને મિત્રો નો ગૌપ્રેમ જોઈ ખરેખર ગદગદ થયા હતા. કોઈ પણ જાતની આવક વિના માત્ર લોકો ના દાન થકી દોઢસો થી વધુ ગૌધન ને સાંભળવાનું કઠિન કાર્ય અત્રે થતું જોઈ તેઓએ આ પાંજરાપોળ ને ગાય ના છાણ માંથી લાકડા ની સ્ટીક બનાવવાનું મશીન દામ માં આપતા અંહી હોળી માં બે માસ પહેલા છાણ માંથી લાકડાં ની સ્ટીક બનાવવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.
પહેલા આ છાણ ના લાકડાં ક્યાં વેચીશું એની ચિંતા છતાં સતત ઉત્પાદન ચાલુ રાખતા વૈદિક હોળી પ્રગટાવવા ના વધતા ક્રેઝ સામે તેઓ એ ઉત્પાદિત કરેલા તમામ લાકડાં વેચાઈ ગયા છે. એક કિલો ગ્રામ વજન ની એક સ્ટીક મળી 14 જેટલી સ્ટીક ને બેગ માં.પેક કરી વેચવામ આવી રહી છે. પહેલા 11 રૂપિયા પ્રતિ સ્ટીક ના ભાવે ગૌ છાણ ના લાકડાં વેચ્યા હતા પાંજરાપોળ ને બાર વર્ષ પછી પોતાની આવક ઉભી થતા સંચાલકો માં એક અનેરી ખુશી જોવા મળી રહી છે.
આ સ્ટીક બજાર માં ૩૦/- પ્રતિ સ્ટીક નક ભાવે વેચાઈ રહી છે ત્યારે આ ઉત્પાદન માત્ર હોળી ના ત્યોહાર પૂરતું મર્યાદિત ન રહેતા આખું વર્ષ ચાલુ રાખી લોકો ને યજ્ઞ, પૂજા માં અને ઘર માં દેશી ગાય ના છાણ ના લાકડાનું ધૂપ કરવા થી અનેક ફાયદા થતા હોવાની જાણકારી આપી લોકોમાં જાગૃતતા લાવી લોકો તેનો ઉપયોગ કરે તેવા પ્રયાસો સંચાલકો દ્વારા કરાશે.