બોલિવુડ એક્ટ્રેસ જેક્લીન ફર્નાન્ડીઝે સોશિયલ મીડિયા પર સ્વિમીંગ પુલમાં પોઝ આપતા ફોટા વાયરલ થયા છે. ફોટા પર તેના ફેન્સના ઘણા રિએક્શન આવી રહ્યા છે. જેક્લીને પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર સ્વિમીંગ પુલના કેટલાંક ગ્લેમરસ ફોટોઝ શેર કર્યા છે. બ્લૂ બિકીનીમાં જેક્લીન ઘણી જ સુંદર લાગી રહી છે. એક્ટ્રેસના આ હોટ અવતારે ઈન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે. એક્ટ્રેસના ફોટા જોઈને તેના ફેન્સ ઘણા હાઈ દેખાઈ રહ્યા છે. ફોટામાં જેક્લીન પોતાની સ્માઈલથી લોકોના દિલને ઘાયલ કરી રહી છે.
ફોટો શેર કરતા જેક્લીને કેપ્શનમાં લખ્યું છે- પુલ બેબી. તેણે કેપ્શનમાં જણાવ્યું છે કે તેને પુલની પાસે બેસીને એન્જોય કરવાનું કેટલું પસંદ છે. પુલની પાસે એન્જોય કરતા જેક્લીન સ્મૂધીની પણ મજા લઈ રહી છે. જોકે મસ્તીના સમયમાં પણ જેક્લીન કોવિડ રૂલ્સનું સંપૂર્ણ ધ્યાન રાખી રહેલી જોવા મળી છે. તે પુલની પાસે માસ્ક લઈ જવાનું ભૂલી નથી. જેક્લીન હાલમાં દુબઈમાં છે. જ્યારે થોડા દિવસો પહેલા તેણે શેર કરેલા હેલોવીનનો લૂક પણ ઘણો ચર્ચામાં રહ્યો હતો.
આ પહેલા બાદશાહ સાથે તેણે ગેંદા ફૂલ ગીત કર્યું હતું, જે પણ ઘણું સુપર ડુપર હિટ સાબિત થયું હતું. જેક્લીને થોડા સમયમાં જ બોલિવુડમાં પણ પોતાની જગ્યા બનાવી લીધી છે, જે બીજા કોઈને બનાવતા વર્ષો નીકળી જાય તેમ છે. છેલ્લે જેક્લીન સૈફ અલી ખાન, યામી ગૌતમ અને અર્જુન કપૂર સાથે ભૂત પોલીસ ફિલ્મમાં જોવા મળી હતી. આ એક હોરર-કોમેડી ફિલ્મ હતી. આ સિવાય તે સલમાન ખાનની રાધે ફિલ્મના એક આઈટમ ગીતમાં પણ જોવા મળી હતી.