આપણું જીવન અને સંસ્કૃતિ મોટાભાગની વાસ્તુશાસ્ત્ર પર આધારિત છે. ઘણીવાર જીવનમાં ખુબ સરસ દિવસ જતા હોય છે પણ અચાનક દિવસો બદલાઈ જતા હોય છે આવું થવા પાછળનું કારણ ખબર પડતી નથી. તમારી જોડે પણ આવું થાય તો સચેત રહેવું જોઈએ. શાસ્ત્રોનું કહેવું છે કે અમુકવાર ઘરની અંદર લગાવવામાં આવેલી તસવીરો પણ તેનું કારણ બનતી હોય છે.
કેટલીક તસવીરો છે જે ઘરમાં મુકવામાં આવે તો સમશ્યાઓનો સામનો વધતો હોય છે તેવું માનવામાં આવે છે. આવી તમે તમારી આસપાસ પણ જોયું હશે. જો તમે પણ તેવી તસ્વીર લાગવી છે તો તેને હટાવી દો
વસ્તુશાસ્ત્ર અનુસાર ભગવાનના આ રૂપને ક્યારેય ઘરમાં ન રાખવું જોઈએ. ભોલેનાથની નટરાજ સ્વરૂપની મૂર્તિ ઘરમાં ન રાખવી જોઈએ. કારણ કે તેને વિનાશનું પ્રતીક માનવામાં આવે છે. માટે નટરાજ નો ફોટો અથવા મૂર્તિ ઘરમાં ન રાખવી જોઈએ.
તે સિવાય ઘરમાં ડૂબતી હોડીની તસ્વીર પણ ન રાખવી જોઈએ. તેનો મતલબ કે હોડી જો પોતે જ ડૂબી રહી છે તો પોતાને શું બચાવી શકશે તેવું માની શકાય. તે ચિત્રના કારણે નકારાત્મક ઉર્જાનો સંચય થાય છે માટે તેને ઘરમાં ન રાખવું જોઈએ.
વાસ્તુ અનુસાર ઘરની દીવાલ પર રડતા બાળકનો ફોટો ક્યારેય ન લગાવવો જોઈએ. બીજું એવું પણ માનવામાં આવે છે કે કામકાજ ના સ્થરે આવું રડતા બાળકનું ચિત્ર ન લગાવવું જોઈએ. બાળકને હમેશા ભગવાનનો અવતાર માનવામાં આવે છે પણ, રડી રહેલા બાળકનું ચિત્ર અયોગ્ય માનવામાં આવે છે.
વાસ્તુ અનુસાર ઘરમાં યુદ્ધને લગતી મૂર્તિઓ અથવા ચિત્રો ઘરમાં ન લગાવવા જોઈએ. યુદ્ધને વિનાશનું પ્રતીક માનવામાં આવે છે. આવા ચિત્રો માનસિક તનાવ પેદા કરતા હોય તેવું માનવામાં આવે છે. જે આવી વસ્તુ જોવાથી નકારાત્મક જેવું લાગતું હોય તેવી તસ્વીર કે મૂર્તિ ન રાખવી જોઈએ.