હિન્દૂ ધર્મ દરેક દિવસનું એક અલગ મહત્વ રહેલું છે.દરેક દિવસે અલગ અલગ દેવી દેવતાને પૂજવામાં આવે છે. શુકવારનો દિવસે સૂપૂર્ણ રીતે માતા લક્ષ્મીને સમર્પિત હોય છે. આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થતી હોય છે.એવું માનવામાં આવે છે કે શુક્રવારના દિવસે માતા લક્ષ્મીને સરળતાથી પ્રસન્ન કરી શકાય છે.
એવું કહેવામાં આવે છે કે શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીની પૂજા માટેનો શેષ્ઠ દિવસ માનવામાં આવે છે.માતા લક્ષ્મીને ગુલાબી રંગ ખુબ પ્રિય છે એટલા માટે શુક્રવારના દિવસે ગુલાબી રંગના કપડાં પહેરવા જોઈએ અને માતા લક્ષ્મીને ગુલાબી રંગનું ફૂલ અર્પણ કરવું જોઈએ આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી ખુબ ખુશ થાય છે સાથે ઘરમાં સુખ શાંતિ આવશે.
શુકવારના દિવસે વૈભવ લક્ષ્મીની પણ પૂજા કરવામાં આવતી હોય છે.આ દિવસે વ્રત પણ રાખવામાં આવતું હોય છે.આ પૂજામાં માતા વૈભવ લક્ષ્મીને સુગંધિત પદાર્થ ચડાવવો જોઈએ આ સુગંદથી માતા લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ કરશે સાથે ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે.
એવી માન્યતા છે કે શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની આગળ તેલનો દીપ પ્રગટાવો જોઈએ દીપ પ્રગટાવી માતા લક્ષ્મીની વિધિ વિધાન દ્વારા પૂજા કરવી જોઈએ માતા લક્ષ્મીની આગળ તેલનો દીપ પ્રગટાવી માતા લક્ષ્મીની પૂજા કવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.સાથે ઘરમાં આવેલી તમામ મુશ્કેલી દૂર થશે
શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની પૂજા સાથે શ્રીફ્ળનું પણ મહત્વ રહેલું છે.શ્રીફ્ળનું ધાર્મિક દ્રષ્ટિએ ખુબ મહત્વ રહેલું છે.આ દિવસે શ્રીફળને લાલ રંગના કપડામાં બાંધીને માતા લક્ષ્મીને અર્પણ કરવું જોઈએ પૂજા પછી શ્રીફળને ઘરની તિજોરીમાં મૂકવું આ ઉપાય કરવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે