ઘણીવાર આપણને આપણી આસપાસ અમુક એવા બનાવ જોવા મળતા હોય છે કે જેને જાણીને નવાઈ લાગે પણ તેવા બનાવો ભાગ્યે જ જોવા મળતા હોય છે. આપણે ઘણીવાર જોયું હશે અને સાંભર્યું પણ હશે કે કોઈ જુના મકાનના ખોદકામ વખતે તેમાંથી સોના ચાંદીના સિક્કા અથવા રૂપિયા નીકર્યા હોય. ત્યારે તે જાણી આખો પરિવાર ખુશખુશાલ થઇ જતો હોય છે.
આ પ્રકારના બનાવ તમને તમારી આસપાસ પણ જોવા મળ્યા હશે. તેવો જ બનાવ હમણાં એક જગ્યા બન્યો હતો ત્યાં મોટું કુતુહલનું વાતાવરણ બન્યું હતું. આપણા પૂર્વજો પહેલાના જમાનામાં આવા કિંમતી ઘરેણાં ઘડામાં મૂકીને તેને જમીનમાં દાટતા હતા. જેથી તે કિંમતી સમાન કોઈ ચોરી ન જાય. એટલા માટે આવી જૂની કિંમતી વસ્તુઓ ખોદકામ કરતી વખતે મળી આવતી હોય છે.
આવો કિસ્સો હમણાં એક જગ્યાએ જોવા મળ્યો હતો જે ઉત્તર પ્રદેશના ઈટાવા જિલ્લાનો છે, ત્યાં ગૌશાળા નિર્માણ માટે ખોદકામ ચાલતું હતું. તે દરમિયાન JCB ના ડ્રાઈવરની નજર ઓચિંતી એક માટલા પર પડી અને તેને ત્યાં જઈને તે માટલા માં જોયું તો તેમાં આશરે ૨૦૦ જેવા ચાંદીના સિક્કા હતા. ત્યારે આ ડ્રાઈવરને જોઈને એક વ્યક્તિ તેની જોડે આવ્યો અને બધાને કહેવા લાગ્યો કે આને આ માટલું લેવાનો પ્રયત્ન કર્યો.
જેથી બધા સિક્કા નીચે પડી ગયા અને ગામલોકો આવીને તે સિક્કાઓ લઈને પોતાના ઘરે જતા રહ્યા. આ બનાવની પોલીસને જાણ થતા તે તરત જ હાજર થઇ ગઈ અને તે સિક્કાઓ એકત્ર કરવાનું કામ ચાલુ કર્યું. જેમાંથી તેમને મોટા ભાગના સિક્કા મળી ગયા હતા. પોલીસ દ્વારા એવું કહેવામાં આવ્યું કે દરેક સિક્કાઓ મળી જશે.