મધ્યપ્રદેશ માં થઇ રહેલા ભારે વરસાદ ઘણા જિલ્લાઓમાં પુરનું સંકટ ઉભું કરી દીધ્યુ છે. આ વચ્ચે અશોક નગર ના પંચાવલી ગામ થી એક એવી ખબર આવી કે જેને સાંભરી ને સૌ કોઈ હેરાન રહી ગયું છે. ભારે વરસાદ ના કારણે સિંઘ નદી તોફાન મચાવી રહી હતી. પરંતુ રવિવારે સવારે જયારે નદી નું પાણી ઓછું થયું તો અહીં કેટલાક ગ્રામિણો ને ચાંદીના સિક્કા મળી આવ્યા હતા. જે પછી આ ખબર જંગલ માં આગ ફેલાય તેના કરતા ઝડપ થી ગામ માં ફેલાઈ જતા ગામ ના તમામ લોકો નદી કિનારે પહોંચી ને ચાંદી ના સિક્કા ની શોધ કરવા લાગ્ય હતા.
ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે સિંધ નદીમાં પાણીનો પ્રવાહ ઘણો વધારે હતો પરંતુ રવિવારે સવારથી નદીના પાણીનું સ્તર ઓછું થવા લાગ્યું હતું. જેના બાદ અમુક ગામના લોકો ત્યાંથી પસાર થતા નદીના કિનારે તેમને ચાંદીના કેટલાંક સિક્કા મળ્યા હતા. આ ચાંદીના સિક્કા એકદમ ખાસ જોવા મળી રહ્યા હતા જેની પર અંગ્રેજી હુકુમત સમયની છાપ જોવા મળી હતી. પહેલા એકદા બે સિક્કા મળ્યા પરંતુ જ્યારે ગ્રામીણોએ વધારે તપાસ કરી તો ત્યાંથી સાત-આઠ બીજા પ્રકારના સિક્કા મળી આવ્યા હતા.
તેના પછી જાણે ગ્રામીણોને એવું લાગ્યું કે, નદીમાં ક્યાંયથી વહીને ખજાનો આવી ગયો છે. આ ખબર ઘણી ઝડપથી ગામમાં ફેલાઈ ગઈ હતી, જેથી મોટી સંખ્યામાં ગામના લોકો નદી કિનારે પહોંચી ગયા અને સિક્કાની શોધમાં લાગી ગયા હતા. આ મામલામાં જ્યારે કોલારસ એસડીપીઓ અંગે વાત કરવામાં આવી તો તેમણે કહ્યું કે, સોશિયલ મીડિયા પર આ વાતની જાણકારી મળી છે. આખા કેસની તપાસ માટે થાણા ઈન્ચાર્જને ઘટના સ્થળે મોકલી આપવામાં આવ્યા છે. હજુ સુધી એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે આ સિક્કા આખરે ક્યાંથી આવ્યા છે.
જોકે આ સિક્કાઓને લઈને ચર્ચાઓનું માર્કેટ ગરમ છે. કેટલાંક લોકોનું માનવું એ પણ છે કે કોઈ ઘરમાં છૂપાવીને રાખવામાં આવેલા સિક્કા પૂરના પાણીમાં અહીં વહીને આવી ગયા હોય, તો કેટલાંક લોકોનું કહેવું છે કે ધાર્મિક આસ્થાને લીધે લોકો નદીમાં સિક્કા નાખે છે. અમુક લોકો એ પણ કહી રહ્યા છે કે પૂરનું પાણી ઓછું થવા પર સિક્કા નદી કિનારે વહીને પહોંચી ગયા હતા. જે ગ્રામીણોના હાથમાં આવ્યા હતા.