આપણા રાજ્ય માં વધી રહેલા સિંગલ યુઝ પ્લાસ્ટિક લઈને પ્રદુષણ સ્તર વધી રહી રહ્યું છે. એવા માં સૌરાષ્ટ ના જૂનાગઢ માંથી એક મોટો અને મહત્વ નો નિર્ણય લેવામાં આવ્યો છે. જૂનાગઢ મહાનગર પાલિકા કમિશનર રાજેશ તન્ના એ સિંગલ યુઝ પ્લાસ્ટિક ના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ માટે એક જાહેરનામું બહાર પાડી દેવા માં આવ્યું છે.
જૂનાગઢ શહેર માં તળાવ, નદી વોકળા અને રસ્તાઓ પર ચોક્કસ પ્રકાર ના પ્લાસ્ટિક નો કચરો મોટું વિઘ્ન સાબિત થઇ રહ્યો છે. ઝાડ ના પાન , વનસ્પતિ અને ભીના – સૂકા કચરા સાથે આ પ્લાસ્ટિક ને બાળવામાં આવી રહ્યું છે. જેના કારણે વાયુ પ્રદુષણ માં વધારો થયો છે. પ્લાસ્ટિક ના બેફામ ઉપયોગ થી મોટી મુશ્કેલી સર્જાઈ રહી છે. હવે ટૂંક સમય માં જૂનાગઢ Singal Use Plastic Free શહેર બની જશે. જો આ જાહેરનામા નો ભન્ગ થશે તો આવા લોકો સામે પ્લાસ્ટિક બાયો ડીઝલ ની જોગવાઈ અંતર્ગાન્ત ન્યુસન્સ કરવા મુદ્દે કાર્યવહી કરવામાં આવશે . કેન્દ્ર તેમજ રાજ્ય તરફ થી વર્ષ ૨૦૨૨ સુધી માં સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત કરવા માટે સૂચના આપવામાં આવી છે. જેના અનુસંધાને આ પ્રકાર ની કાર્યવાહી થઇ રહી છે. પ્લાસ્ટિક ને સંપૂર્ણ પણે નાશ કરી શકાતું નથી અને પર્યાવરણ બહુ નુકશાન કરે છે. જમીન સપાટી પરના જળસ્તોર્ત તથા એરસર્ક્યુલેશન માં અવરોધરૂપ સાબિત થાય છે. વરસાદી પાણી ને નાળા માં વહેતુ રોકી લે છે.
જેને બાળી નાખતા દુર્ગન્ધઓ ફેલાવો થાય છે. પ્લાસ્ટિક બાળવાથી હવામાં ભળતા ડાયોક્સીન અને ફયુરોન વાયુ હવા માં ભળતા વાયુ પ્રદુષણ ને કારણે લોકો ના આરોગ્ય સામે પણ એક મોટું જોખમ ઉભું થયું છે.
કલરફુલ પ્લાસ્ટિક ની થેલી માં અપાતા ખાદ્ય પ્રદાથો ના પાર્સલ આરોગ્ય ને પણ હાનિ પહોંચાડે છે. આવી પ્લાસ્ટિક ને બેગ રખડતા ગાય તથા અન્ય પશુઓ ના મોમાં જવાથી મોટ નું કારણ બની શકે છે. આના કારણે નાના – ગૃહ ઉદ્યોગો માં મુશ્કેલી સર્જાઈ છે. પ્લાસ્ટિક ની કેરીબેગ, ફુલદાની, અને પ્લાસ્ટિક ના ફૂલ , ખાણીપીણી ના પ્લાસ્ટિક, થાળી , ગ્લાસ વગેરે પેકીંગ માટે વપરાતું પ્લાસ્ટિક , થર્મો પ્લાસ્ટિક સર્વે પર પ્રતિબંધ રહેશે.