બહેનને પિતરાઈ ભાઈ એ કહ્યું કે તું ડિવોરસી છે મારે ફિજિકલ રિલેશન રાખવા છે

Latest News

ભાઈ બહેન ના સબંધ ને પવિત્ર માનવામાં આવે છે. ભાઈ બહેન નો પૂર્વ મ નિખાલસ હોય છે. તેમાં કોઈ લોભ કે લાલચ હોતી નથી. ત્યારે ભાઈ અને બહેન ને સબંધ ને કલંક લગાવતો એક કિસ્સો અમદાવાદ માં એક બીજેન ને તેના પિતરાઈ ભાઈ સામે પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી છે. મહિલાએ ફરિયાદ માં આક્ષેપ કર્યો છે કે પિતરાઈ ભાઈ વારંવાર ફોન કરી ને ફિજિકલ સબંધ રાખવા માટે દબાણ કરતો હતો. પોલીસે મહિલા ની ફરિયાદ ને નોંધી ને આગળ તાપસ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર માતા-પિતા અને ભાઈ- ભાભી સાથે રહેતી મહિલા ના વર્ષ ૨૦૦૮ માં રાણીપ વિસ્તાર માં રહેતા એક યુવક ની સાથે થયા હતા. લગ્ન જીવન માં મહિલા એ ૨૦૧૫ માં એક બાળક ને જન્મ આપ્યો હતો. ત્યારબાદ લગ્ન જીવન માં પતિ સાથે કોઈ વાત ને તકરાર થઇ હોવાં કારણે મહિલા એ વર્ષ ૨૦૧૯ માં પતિ સાથે છૂટાછેડા લીધા હતા. આ મહિલા અમદાવાદ માં નવરંગપુરા વિસ્તાર માં એક ઓફિસ માં આર્ટિકેટ નું કામ કરતી હતી. તેના છૂટાછેડા થયા હોવાની જાણ પિતરાઈ ભાઈ ને થતા તે વારંવાર ફોન કરતો હતો. મહિલા ભાઈ ને ફોન કરવાની ના પડે તો પણ તે પિતરાઈ ભાઈ અવાર- નવાર મહિલા ને કરી મળવાનો આગ્રહ કરતો હતો.
મહિલા પાસે સમય ન હોવાના કારણે તે પિતરાઈ ભાઈને મળવા જતી નહોતી. એક દિવસ પિતરાઈ ભાઈએ સંબધોની મર્યાદા ભૂલીને બહેનને ફોન કરીને કહ્યું હતું કે, તું ડિવોર્સી છે ને હું પણ મારી પત્નીથી ખૂશ નથી. મારે તારી સાથે ફીઝીકલ રીલેશન રાખવા છે અને તારી પણ જરૂરીયાત હશે. ભાઈની આ વાત સાંભળીને બહેને તેને ફોન કરવાની ના પાડી હતી. છતાં પણ પિતરાઈ ભાઈ મહિલાને અવાર નવાર ફોન કરીને શારીરિક સંબંધ બાંધવાની માંગણી કરતો હતો. મહિલાએ પિતરાઈ ભાઈને સંબંધી હોવાની પણ સમજ આપી હતી. છતાં પણ તે માનવા તૈયાર નહોતો. ત્યારબાદ મહિલાનો ફોન ખોવાઈ ગયો અને તેને નવો મોબાઈલ લીધો. નવા મોબાઈલમાં થોડા દિવસ સુધી પિતરાઈ ભાઈના ફોન આવવાના બંધ થઇ ગયા. પણ થોડા દિવસ પછી પિતરાઈ ભાઈનું ટોર્ચરીંગ શરૂ થયું.
આ ઘટના બાદ મહિલાએ પિતરાઈ ભાઈની હરકતોની કંટાળીને આ વાત અન્ય સંબંધીઓને કરી હતી. તેથી રોષે ભરાયેલા પિતરાઈ ભાઈએ મહિલાને ફોન કરીને ધમકાવી હતી કે, તું શા માટે મારી વાત બધાને કરે છે અને હવે તારે મારી સાથે શારીરિક સંબંધ બાંધવો જ પડશે નહીં તો તને જાનથી મારી નાખીશ. પિતરાઈ ભાઈએ મારી નાંખવાની ધમકી આપતા મહિલાએ અંતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *