નાની એવી એક દુકાનથી શરુ કર્યું હતું આઇસ્ક્રીમનું વેચાણ અને આજે બની ગઈ છે એશિયાની મોટી અને જાણીતી કંપની..

Uncategorized

દરેક લોકો જીવનમાં કંઈક સારું અને મોટું કરવાના સપના જોતા હોય છે. પરંતુ તે સપના પુરા કરવા માટે જે લોકો સંઘર્ષ કરે છે તેમને સફરતા મળે છે. તે સફરતા મેળવવા તે દિવસ રાત્ર મહેનત કરે છે. આપણા દેશમાં એવા ઘણા લોકો છે જેમને બહુ મોટી સફરતા હાથ લાગી છે તેમને મોટાભાગના લોકો જાણે છે.

આજે અમે તમને એવા વ્યક્તિ વિષે જણાવી રહ્યા છીએ કે જેમને એક આઈસ્ક્રીમની દુકાનથી શરૂઆત કરી હતી. આજે ઘણા ઓછા લોકો જાણે તેમની સફરતા વિષે. જગદીશભાઈએ ૧૯૮૯ ની આસપાસ તેમને આઈસ્ક્રીમની દુકાનની શરૂઆત કરી હતી. જગદીશભાઈની આ કંપની હાલ તેમના પુત્ર સંભારી રહ્યા છે.

આ કંપનીનું નામ છે શીતલ આઈસ્ક્રીમ જેની શરૂઆત ૧૯૮૯ માં શિતલ કોલ્ડ્રિંક્સ નામની દુકાનથી કરવામાં આવી હતી. જયારે ઘરની અંદર રહેલા લોકો વધુ આઈસ્ક્રીમ પસંદ કરતા હતા ત્યારે તેવામાં તેમને આ વ્યવસાય કરવાનો વિચાર આવ્યો. તે સમયે આઈસ્ક્રીમની કંપની શરુ કરવામાં ઓછા રોકાણની જરૂર પડતી હતી.

શિતલ આઇસ્ક્રીમનું નામ હાલ પુરા વિશ્વમાં જાણીતું બની ગયું છે. તે કામની દ્વારા આઈસ્ક્રીમ સિવાય બીજી અન્ય પ્રોડક્ટ પણ બનાવવામાં આવી રહી છે. થોડા વર્ષો પછી તેઓને વિવિધ પ્રકારના નમકીન બનાવીને બજારમાં મુક્યા છે. આ કંપની પહેલાથી જ સારી પ્રોડક્ટ માટે જાણીતી છે માટે તેની સાથે મોટી સંખ્યામાં ગ્રાહકો જોડાયેલા છે.

એવું કહેવાય છે કે શિતલ આઈસ્ક્રીમ કંપની એશિયાની સૌથી વધુ આઈસ્ક્રીમ કેન્ડી ઉત્ત્પન્ન કરવાની ક્ષમતા ધરાવતી કંપની બની ગયી છે. કેટલાક અહેવાલોમાં એવું જણાવવામાં આવું છે કે તે કંપની એક દિવસમાં અંદાજે ૧૮ લાખ કેન્ડી તૈયાર કરવાની ક્ષમતા ધરાવે છે. આ કંપની અત્યારે દરરોજ ૬૦ હજાર લીટર દૂધની આઈસ્ક્રીમ બનાવી રહી છે. જેની આવક હાલના સમયમાં કરોડોમાં થાય છે.

તે પ્લાન્ટમાં મોટાભાગનું કામ ઓટોમેટિક થાય છે. ક્વોલિટીના ટેસ્ટિંગ માટે આધુનિક સાધનોથી સજ્જ લેબ છે. તે પ્લાન્ટમાં હાઇજિનનું ખુબ ધ્યાન રાખવામાં આવે છે. કંપની એકલું પૈસા કમાવવામાં જ નહીં પરંતુ જન સેવામાં પણ આગળ રહે છે.તે કંપનીના ૨૫૦૦૦ થી વધુ આઉટલેટ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *